અહીં દોરડાથી રમાય છે ગરબા, તમને આવડે અઠંગો રમતા

author img

By

Published : Oct 2, 2022, 5:09 PM IST

Updated : Oct 2, 2022, 6:06 PM IST

અહિંના પારંપરીક દોરડાં રાસ કરે છે, સૌ કોઈને અભિભુત!

નવરાત્રીમા ઠેર ઠેર એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને રાસ જેવા ગરબા સામાન્ય રીતે ખેલૈયાઓ રમતા જોવા મળે છે.(The traditional dorda ras of tarapur) પરંતુ પારંપારીક ગરબા પાવી જેતપુરના તારાપુર ખાતે યોજવામા આવે છે.અહીંયા પારંપારિક ગરબા ગવાઈ છે પરંતુ દોરડા રાસ અહીંની વિશેષતા છે. જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે.

તારાપુર(છોટા ઉદેપુર): પાવી જેતપુરની અડીને આવેલા તારાપુર ગામમા માંડ ૩૦ ઘરો જ આવેલા છે.(Chhota udepur ) જેમા ૫૦ ટકા ઘરો બંધ છે. તે ઘરોના પરીવારજનો ઓસ્ટ્રેલીયા અને અમેરીકા ખાતે સ્થાયી થયેલા છે. અને ગામમા રહેતા લોકોના પરીવારો દ્વારા પણ છેલ્લા ૭૦ વર્ષથી પારંપરીક ગરબા ભવ્યતાથી કરવામા આવે છે.(The traditional dorda ras of tarapur) આ ગામમા માત્ર ૧૦૦ થી ૧૫૦ જેટલા લોકોની વસ્તી છે. અને આ ગરબામા ગામના નાનાથી માંડી મોટા રમે છે, અને માતાજીની આરાધના કરે છે.

અહિંના પારંપરીક દોરડાં રાસ કરે છે, સૌ કોઈને અભિભુત!

૪૦ દોરી વડે ચોટલો ગૂંથાય છેઃ તારાપુર ખાતે યોજાતા તારાપુર ગામના શેરી ગરબા મહોત્સવમા માતાજીના ગરબાની સાથે રમતા દોરડા રાસ વિશેષ આકર્ષણ જમાવે છે. આ ગરબા દોરડા રાસ ખુબ જ પ્રખ્યાત છે. જેમાં ફક્ત ગામના લોકો જ રમે છે આ ગરબામા ૪૦ દોરી વડે ચોટલો ગૂંથાય છે અને ૨૦ જોડીઓ દ્વારા આ દોરડા રાસ રમવામા આવે છે અને તેમા ત્રણેક ફૂટ જેટલો ચોટલો ગૂંથાય જાય એટલે તેમા માતાજીનો ગરબો ચઢાવવામા આવે છે. અને અંતે આ દોરડા રાસ ઉલ્ટા ક્રમમા રમીને ચોટલો ફરીથી છોડીને ગરબો ઉતારવામા આવે છે. ઉપરાંત દોરડા રાસ, પાટી પણ ગુંથવામા આવે છે. તેમજ સાંકળ પણ ગુંથવામા આવે છે, જે જોવુ એક લ્હાવો બની જાય છે.

વોટ્સએપથી ગરબાને નિહાળે છેઃ વિદેશમાં વસતાં ગામનાં લોકો મોટા ભાગે નવરાત્રિ દરમિયાન જ સ્વદેશ પરત ફરવાનું પસંદ કરતાં હોય છે, પણ કોઈ કારણસર વિદેશ થી પરત નહિ ફરનારા વોટ્સએપ કોલ થી આ ગરબાને નિહાળી ગરબા ની મઝા લેતાં હોય છે.

Last Updated :Oct 2, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.