છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા સુખી ડેમ માંથી પાણી છોડવાની માગ

author img

By

Published : Aug 29, 2021, 2:25 PM IST

farm

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતાતૂર બન્યો છે. મોઘા બિયારણ વાવીને જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને મોટુ નક્સાન થવાનો ડર છે. જોકે હવામાન ખાતા દ્વારા 31 ઓગસ્ટ પછી સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર
  • પાક નિષ્ફળ થવાનો ડર
  • ડેમના પાણી છોડવાની માગ

છોટાઉદેપૂર : સામાન્યતઃ વરસાદ જેઠ, અષાઢ, શ્રાવણ, અને ભાદરવા મહિનામાં વરસતો હોય છે અને નદી કોતરો, તળાવો અને ડેમ અને સરોવરો છલકાય જાય છે. પણ આ વર્ષે શ્રાવણ મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં હજી કોતરો, નદીઓ અને તળાવોમાં કોતરો ખાલી ખમ નજરે છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ખેતરોમાંથી પણ પાણી બહાર નહિ નીકળ્યું એટલો નહિવત વરસાદ વરસ્યો હોવાથી હાલ વરસાદના વાદળો તો નહિ બંધાતા ખેડૂતોનાં મનમાં ચિંતાનાં વાદળો ચોકકસ બંધાયા છે.

મોઘા બિયારણ વાવ્યા

છોટા ઉદેપુર જિલ્લામાં શરૂઆતનો વરસાદ સારો વરસી જતાં ખેડૂતો મોંઘાદાટ બિયારણોનું વાવેતર કરી દીધું હતું, પરંતુ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા પહેલી વખતનું બિયારણ નિષ્ફળ નીવડ્યું હતું.અને બીજી વારનું બિયારણ વાવવાની ફરજ પડી હતી.છેલ્લા 20- 25 દિવસ થી વરસાદ ખેંચાતા હાલ ડાંગર , કપાસ, સોયાબીન, મકાઈ, તુવેર , અડદ જેવા પાકોને પાણીની તાતી જરૂરિયાત ઊભી થવા પામી છે.

આ પણ વાંચો : પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સિલ્વર મેડલ જીતી ગુજરાતની દિકરી ભાવિનાએ રચ્યો ઈતિહાસ, માતા-પિતાનો પરિશ્રમ અને આશીર્વાદથી મહેનત ફળી

ડેમમાં ઓછા પાણીની આવક

છોટા ઉદેપુર જિલ્લાની સૌથી મોટી ગણાતી સુખી ડેમના કમાંડ વિસ્તારમાં માત્ર 15.66 ઇંચ જેટલો જ વરસાદ વરસતાં 26 ટકા જેટલા પાણીની આવક થઈ છે. 30 ટકા જૂના પાણીના સંગ્રહમાં 26 ટકા નવા પાણીનો ઉમેરો થતાં હાલ 56.11 ટકા પાણી નો સંગ્રહ થતાં ડેમની હાલની સપાટી 144.21 મીટર થઈ છે.

આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,083 કેસ નોંધાયા

પાણી છોડવાની માગ

બબ્બે વખત વાવેતર કરી નિંદામણ, આંતર ખેડ, ખાતર આપી છોકરાની જેમ પાક ને મોટો કર્યો છે અને હવે કોળિયો હાથમાં આવે તે પહેલાં જ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સુખી ડેમ માંથી પાણી છોડવામાં આવે તો ઊભા મોલ ને બચાવી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.