છોટા ઉદેપુરઃ ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા, ખેડૂતોને નુકસાન

author img

By

Published : Feb 16, 2021, 8:26 PM IST

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા

બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસેથી નર્મદાની માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનલો ઉભરાઈ હતી. જેથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન થયું છે.

  • માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનલો ઉભરાઈ
  • ખેતરોમાં પાણી ઘુસ્યા
  • કેનાલમાંથી પાણીનું વહન થતા ખેડૂતોને ભારે નુકસાન

છોટાઉદેપુરઃ ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેમજ ખેતીમાં આવક બમણી થાય તે માટે જિલ્લાના બોડેલી તાલુકાના ગણેશવડ ગામ પાસે નર્મદાની કોબા માઇનોર કેનાલનું પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડાય છે. ત્યારે કેનાલો તો બનાવી દીધી પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈ જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલની દેખ રેખ રાખવામાં આવતી નથી. કેનાલો ઓવરફ્લો કે કેનલોમાંથી પાણીનું જમણ થાય છે તેની કાળજી રાખવામાં આવતી નથી. જેને લઈ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોના ઊભા પાકને નુકશાન થાય છે. સિંચાઇના પાણીથી લાભ મળવાને બદલે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા, ખેડૂતોને નુકસાન
ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા

ચાર દીવસથી કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ખેતર સુધી જતું રહ્યુ

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા
ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા

ગણેશવડ વિસ્તારમાથી પસાર થતી કેનાલમાંથી છેલ્લા ચાર દીવસથી કેનાલનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ખેતર સુધી જતું રહ્યુ છે. અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે પરંતું તેમ છતા અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવા તૈયાર નથી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા
ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા

પાણીનું વહન થતા ખેતરો બેટમાં ફેરવાયા

કેનાલનું પાણી હાલમાં પણ સતત રીતે વહી રહ્યું છે. કેટલાક ખેડૂતોના ખેતરો તો બેટમાં ફેરવાઇ ગયા છે જ્યારે કેટલાક ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસવાની તૈયારીમાં છે, જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી ખેતરોમાં દેખાઈ રહ્યું છે. ખેડૂતો તેમજ ગ્રામજનોને ખેતરો સુધી જવાનો રસ્તો પણ નથી રહ્યો તો કેનલો પાસે જે રીતે પાણી ભરાયો છે તેને લઈ પશુઓને પણ પસાર થવું મુશ્કેલ બન્યું છે.

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા
ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા

ખેડતોની વળતરની માગ

ખેડૂતોને વરસાદી આફતોમાં થયેલુ નુકશાનીનું વળતળ તો મળ્યું નથી, પણ આ જે નુકશાન થયું છે તે અધિકારીઓની બેદરકારીને લઈ થયું હોય આ વિસ્તારના ખેડૂતો વળતળની માંગ કરી રહ્યા છે.

ગણેશવડ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ભરાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.