CM Bhupendra Patel in Chhotaudepur : બોડેલીમાં સીએમે લોકો પાસેથી સ્વયં જાણી વિનાશની વીતક

author img

By

Published : Jul 12, 2022, 7:51 PM IST

CM Bhupendra Patel in Chhotaudepur : બોડેલીમાં સીએમે લોકો પાસેથી સ્વયં જાણી વિનાશની વીતક

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત છોટાઉદેપુર જિલ્લાની (CM Bhupendra Patel in Chhotaudepur) મુલાકાતે છે. ભૂપેન્દ્ર પટેલ બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા (CM visits flood affected area) અને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી (Relief and rescue work in Bodeli) હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારમાં નુકસાનીનો સર્વે (Survey of damage to flood affected area ) કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર વાહકોને માર્ગદર્શન (Relief and rescue work in Bodeli) આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાના બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે. સીએમે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત બોડેલી વિસ્તારની મુલાકાત (CM Bhupendra Patel in Chhotaudepur) મંગળવારે લીધી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત

લોકો સાથે વાતચીત કરી વિગતો લીધી - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વરસાદથી અતિ પ્રભાવિત વિસ્તારોની જાત નિરીક્ષણ મુલાકાત (CM Bhupendra Patel in Chhotaudepur) અંતર્ગત બોડેલીના અસરગ્રસ્તોને મળ્યા હતાં અને તેમની સાથે વાતચીત (CM visits flood affected area) કરી હતી. તેમણે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા બચાવ રાહત કાર્યો, આશ્રયસ્થાનોની વ્યવસ્થા વગેરે અંગે વિગતો (Survey of damage to flood affected area ) મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે બોડેલીના વર્ધમાન નગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળીને વરસાદે વેરેલા નુક્સાનની વિતક જાણી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત (Relief and rescue work in Bodeli) લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો.

વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા
વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને રૂબરૂ મળ્યા

સુખરામ રાઠવાને મળ્યાં સીએમ- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાને (Leader of the Opposition Sukhram Rathwa ) પણ મળ્યા હતાં. વિરોધપક્ષના નેતાએ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વેરેલા વિનાશની વિગતો (Survey of damage to flood affected area ) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપી હતી.સીએમે અસરગ્રસ્તોને મદદરૂપ થવાની હૈયાધારણા આપી પૂર અસરગ્રસ્તોને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ જરૂરી તમામ સહાય સમયમર્યાદામાં ચુકવવામાં (Relief and rescue work in Bodeli) આવશે તેમ ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃ જિલ્લામાં ફરી નદીઓ થઈ ગાંડીતૂર, તંત્ર એલર્ટ મોડ પર

ઝડપભેર સહાય ચૂકવવા સૂચનાઓ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને કુદરતી આપદામાં જે લોકોના જાનમાલને નુકશાન (CM visits flood affected area) થયું છે તેને ઝડપભેર સહાય ચૂકવવા તેમણે અધિકારીઓને (Relief and rescue work in Bodeli) સૂચનાઓ આપી હતી.

સરકારનો હકારાત્મક અભિગમ - છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં ભારે વરસાદની અસર થઈ છે ત્યારે આ સમયમાં પ્રજાની પડખે ઉભા રહેવાનું દાયિત્વ નિભાવવાનું જણાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવે પાણી ઓસરતાં હકારાત્મક અભિગમ દાખવીને સાચો રહી ન જાય અને ખોટો લાભ લઈ ન જાય એ રીતે નુકસાનીના સર્વેની (Survey of damage to flood affected area ) કામગીરી હાથ ધરવાનું માર્ગદર્શન (CM Bhupendra Patel in Chhotaudepur) આપ્યું હતું.

આ પણ વાંચોઃ રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 69 લોકોના મોત

વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા સૂચનાઓ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાંથી જે ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો બાકી છે તેવા બાકી ગામોમાં વીજ પુરવઠો ઝડપભેર પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવતા ઉમેર્યું કે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માટે જરૂરી સફાઈ કામગીરી (Survey of damage to flood affected area ) પણ હાથ ધરાશે. આ મુલાકાત વેળાએ આદિજાતિ રાજ્યપ્રધાન નિમિષાબેન સુથાર, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ ,મુખ્ય સચિવ પંકજકુમાર, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા, માજી સાંસદ રામસિંહભાઇ રાઠવા, સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત (CM Bhupendra Patel in Chhotaudepur) રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.