Botad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ
Published: Jan 17, 2023, 12:29 PM


Botad Rape Case: બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરી સાથે દુષ્કર્મ અને હત્યાને લઈને ચકાજામ
Published: Jan 17, 2023, 12:29 PM
બોટાદ શહેરના ભગવાનપરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અવાવરૂ જગ્યામાંથી એક બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ત્યારે દેવીપૂજક સમાજની 8થી 10 વર્ષીય દીકરીની હત્યાને લઈ સમાજની મહિલાઓ તેમજ આગેવાનો રોડ પર ઉતરી આવ્યા છે.
બોટાદ: બોટાદ જિલ્લા પાસે આવેલા એક ગામમાં 8થી 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઉત્તરાયણના દિવસે જ્યારે બાળકી પતંગ ચગાવતી હતીત એ સમયે એકાએક લાપતા થઇ ગઈ હતી. ભગવાનપુરા વિસ્તારમાંથી રાત્રિના સમયે અવાવરૂ જગ્યામાંથી એક આઠ વર્ષની બાળાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને લઈને દીકરીના સમાજના લોકોએ સમગ્ર બોટાદમાં દેખાવો કર્યા છે. સમાજના આગેવાનો તેમજ મહિલાઓએ બોટાદમાં ચક્કાજામ કર્યો હતો. આરોપીની ધરપકડ તેમજ તેને ફાંસીની સજા આપવામાં આવે એવી એમના સમાજની માંગ છે.
આ પણ વાંચો: Gandhinagar Crime: મહિલાને લગ્ન કરી ધર્મ પરીવર્તન કરાવવા દબાણ કરતા ફરીયાદ
દુષ્કર્મ બાદ હત્યા: પોલીસે તપાસ કરતાં આશરે 8થી 10 વર્ષની બાળકી હોવાનું સામે આવ્યું છે. બાળકીનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં હતો. પોલીસને દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હોવાની આશંકા છે. પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાને લીઈને દીકરીના સમાજમાં ભારો રોષ જોવા મળી રહ્યો છે. કેસની ગંભીરતા સમજીને પોલીસે ગણતરીના કલાકમાં કુકર્મ કરનારા આરોપીને પકડી પાડ્યો છે. આરોપીએ બાળકી અવાજ ન કરે એ માટે એના મોઢામાં પ્લાસ્ટિકની થેલીનો ડુચો વાળીને ભરાવી દીધી હતી.
આ પણ વાંચો: Rajkot Crime: કુલ 600થી વધુ સાથે લગ્નના નામે છેતર્યા, ફેરા બાદ 1 લાખ મળશેની આપી હતી ખાતરી
ઉગ્ર આંદોલનની ચિમકી: દુષ્કર્મની ઘટનાને પગલે ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી સમાજના આગેવાનોએ ઉચ્ચારવામાં છે. આ બનાવ પગલે બોટાદ પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું ખસેડાયો હતો. આ કેસમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરી દેવાઈ હોવાની પોલીસને આશંકા છે. ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે, તારીખ 15 જાન્યુઆરી 2023 ના રાત્રીના સમયે એક અજાણ્યા સ્થળેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. એના મોઢામાં પ્લાસ્ટિક ઘુસાડી દેવામાં આવ્યું હતું. અર્ધનગ્ન હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બોટાદ SP કિશોર બળોલિયા, DY.SP, LCB,SOG, ટાઉન પોલીસનો સહિત પોલીસ કાફલો તપાસમાં જોડાયો હતો.
સાંજના સમયે બોટાદમાંથી એક બાળકીની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો છે. હાલ પોલીસ આરોપી સામે પુરાવા ભેગા કરીને ચાર્જશીટ દાખલ કરવાની કામગીરી શરુ કરી છે. મહર્ષિ રાવલ, બોટાદ, ડીવાયએસપી
