બોટાદ: સાંગળપૂર રોડ બ્રિજમાં સ્કુલ બસ ફસાઈ

author img

By

Published : Sep 29, 2021, 12:36 PM IST

Updated : Sep 29, 2021, 2:33 PM IST

બોટાદ: સાંગળપૂરમ રોડ બ્રિજમાં સ્કુલ બસ ફસાઈ

બોટાદના સાળગપુર રોડ પર એક અન્ડરબ્રિજ આવેલો છે તેમા ગઈ રાત્રીના ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે આજે વહેલી સવારે સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા.

  • બોટાદ અધિકારીઓ ધોરનિદ્રામાં
  • 40 જેટલા વિદ્યાર્થીઓ બસમાં હતા
  • નાના વાહન ચલકો અને સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ

બોટાદ: શહેરના સાળગપુર રોડના અન્ડરબ્રિજ આવેલો છે તેમા ગઈ રાત્રીના ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયું. જેમાં આજે વહેલી સવારે સ્કૂલ બસ પસાર થતા બસ ફસાઈ ગઈ હતી અને બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા. અન્ડરબ્રિજ પાણી ભરાતા વાહન ચલકો પરેશાન થઈ ગયા હતા.

અન્ડર બ્રિજમાં બસ ફસાઇ

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે ગઈ રાત્રી પવન અને વીજળીના કડાકા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા બોટાદ શહેરના અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું પાણી ભરતા નાના વાહનોને ભારે તકલીફ પડી હતી. આજે (બુધવાર) વહેલી સવારે જ્ઞાનમદિર સ્કૂલ બસ અન્ડરબ્રિજમાં પસાર થતા ફસાઈ ગઈ હતી અને બસમાં 40 જેટલા વિદ્યાર્થીઓ હતા .બસ ફસાતા સ્થાનીક લોકોની મદદથી વિદ્યાર્થીઓ ને બસમાંથી ઉતારી લવવામાં આવ્યા હતા.અને બસને ધક્કો મારીને બહાર લાવવામાં આવી હતી.

બોટાદ: સાંગળપૂરમ રોડ બ્રિજમાં સ્કુલ બસ ફસાઈ

આ પણ વાંચો : જાણો કેવી રીતે રાખવામાં આવે છે વાવઝોડાના નામ

બોટાદ પાલિકાતંત્ર ઘોરનિદ્રામાં

આ અન્ડરબ્રિજ ચૂંટણી પહેલા ખુલ્લી મુકવામાં આવ્યો છે અને એમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી ભોગવી પડે છે. સાળગપુર જવાનો મેઈન રોડ છે, વારંવાર પાણી ભરાવા છતાં બોટાદનું તંત્ર ધોરનિદ્રામાં હોઈ તેવું લાગી રહ્યું છે કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો : લગભગ 7 મહિનામાં, ભારતમાં સતત બીજા દિવસે 20 હજાર થી ઓછા નવા કેસ નોંધાયા

Last Updated :Sep 29, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.