Gujarat Assembly Election 2022: AAPએ ચૂંટણી માટે ઉમેદવારોના બીજા 22 નામો કર્યા જાહેર

author img

By

Published : Nov 1, 2022, 2:03 PM IST

AAPએ ચૂંટણી માટે ઉમેદવારોના બીજા 22 નામો કર્યા જાહેર

વિધાનસભાની ચૂંટણીને (assembly elections in gujarat) લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને લઈને આઠમી યાદીની જાહેરાત કરી છે. આ નવી યાદીમાં 22 ઉમેદવારોના (gujarat Aam Aadmi Party) નામ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ક્યાં વિસ્તારમાં ક્યા ઉમેદવારનું નામ જાહેર કર્યું જૂઓ. (Aam Aadmi Party Candidate List)

બોટાદ વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો (assembly elections in gujarat) તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. જેમાં ભાજપ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી હતી. તો કોંગ્રેસ દ્વારા પણ બંધ બાજી તો ક્યાં યાત્રા દ્વારા (gujarat Aam Aadmi Party) પ્રચાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા બોટાદ ખાતે 22 ઉમેદવારોના નામની કરી જાહેરાત કરી છે. (Aam Aadmi Party Candidate List)

AAPનું ચૂંટણી લડવા માટેનું જોર ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. ત્યારે AAPએ ઉમેદવારોની આ આઠમી યાદી જાહેર કરી છે. નવી યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. AAPએ અત્યાર સુધીમાં 108 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપ-કોંગ્રેસની પહેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. આ સાથે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવી એક બાદ એક ગેરંટી સ્કીમ થકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી તેમજ બોટાદ શહેરના હવેલી ચોક ખાતે મોરબી દુર્ઘટનાની મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. (aam aadmi party gujarat)

ક્યા સ્થળે કયા ઉમેદવારો યુવરાજસિંહ જાડેજા (દહેગામ ગાંધીનગર), પારસ શાહ(એલિસબ્રિજ અમદાવાદ), પંકજ પટેલ (નારણપુરા અમદાવાદ), વિપુલ પટેલ (મણિનગર અમદાવાદ), ચંદુ બામરોલીયા(ધંધુકા), રવિ ધાનાણી(અમરેલી), જયસુખ દેત્રોજા(લાઠી), રાજુ સોલંકી(ભાવનગર), ભરત બલદાણીયા(રાજુલા), મહિપતસિંહ ચૌહાણ(માતર), રાધિકા રાઠવા (છોટાઉદેપુર જેતપુર), અમન ઠાકોર (ડભોઇ), ચંદ્રિકા સોલંકી (વડોદરા સીટી), શશાંત ખરે(અકોટા), હિરેન (વડોદરા રાયપુર), સાજીદ રેહાન (જંબુસર), મનહર પરમાર (ભરૂચ), ઉપેશ પટેલ (નવસારી), પંકજ પટેલ (વાંસદા), .કમલેશ પટેલ (ધરમપુર), કેતન પટેલ (પાલડી) અને જયેન્દ્ર ગામીત (કપરાડા) નામોની કરાઈ જાહેરાત સામે આવી છે. (gujarat Aam Aadmi Party Candidate)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.