PM મોદીએ કહ્યું મે કૃષ્ણકુમારસિંહજીનું ભજવ્યું હતું પાત્ર, શક્તિસિંહે કહ્યું આવું કોઈ મહારાજાનું નાટક નથી

author img

By

Published : Nov 25, 2022, 10:48 AM IST

PM મોદીએ કહ્યું કૃષ્ણકુમારસિંહજી પાત્ર ભજવ્યું! શક્તિસિંહે કહ્યું મહારાજાનું નાટક નથી

ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ ભાવનગરમાં (PM Modi visits Bhavnagar) કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. PMએ કહ્યું હતું કે, શાળામાં કૃષ્ણકુમારસિંહજીનું પાત્ર ભજવ્યું હતું. શક્તિસિંહ ગોહિલે કૃષ્ણકુમારસિંહજીની જેમ કામ કરવા પડે. (Gujarat Assembly Election 2022)

ભાવનગર : શહેરમાં વડાપ્રધાન પ્રથમ બે સભામાં કૃષ્ણકુમારસિંહજી વિશે કશું કહ્યું ન હતું, પરતું ત્રીજી વખતે ચૂંટણી ટાણે કૃષ્ણકુમારસિંહજી વિશે કહેતા ક્ષત્રિયો અને ક્ષત્રિય સમાજના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રહાર (PM Modi remembered Krishna Kumarsinhji)કર્યા છે. PM મોદીએ કૃષ્ણકુમારસિંહજીનું નાનપણમાં શાળામાં પાત્ર ભજવ્યું હોવાની વાત કરી હતી. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે વળતા જવાબમાં આપતા કહ્યું હતું કે, કૃષ્ણકુમારસિંહજીનું કોઈ નાટક છે જ નહીં. (PM Modi visits Bhavnagar)

કૃષ્ણકુમારસિંહજીને લઈને શક્તિસિંહ ગોહિલે PM મોદી પર આકરા પ્રહાર કર્યા

23 તારીખે આવેલા વડાપ્રધાને શુ કહ્યું કૃષ્ણકુમારસિંહજીને લઈને ભાવનગર શહેરમાં બે વખત ટૂંકા ગાળામાં આવી ગયેલા વડાપ્રધાને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને એક પણ શબ્દ ઉચાર્યો ન હતો, ત્યારે ત્રીજી વખત ચૂંટણી ટાણે આવેલા પ્રચાર અર્થે વડાપ્રધાને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી શરૂઆત કરી અને હરિસિંહ દાદાના નામે પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરીને વડાપ્રધાને નાનપણમાં શાળામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પાત્ર ભજવીને એક નાટકમાં ભાગ શાળામાં લીધો હોવાની વાત કરતા હવે તેના પર રાજકારણ શરૂ થયું છે. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ક્ષત્રિયોના આગેવાન નેતા શક્તિસિંહે પ્રહાર કર્યા છે. (PM Modi sabha in Bhavnagar)

શક્તિસિંહે શું કર્યા વડાપ્રધાન પર પ્રહારો ભાવનગરમાં સાત બેઠક ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પ્રચાર અર્થે છે, ત્યારે સેદરડા ગામમાં શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનને કૃષ્ણકુમારસિંહજી બાબતે જવાબ આપતા વળતો પ્રહાર કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil attack PM Modi) જણાવ્યું હતું કે, પેલા બે વખત આવ્યા એટલે ગાંઠિયા પેંડાની વાતું કરી અને હવે પગ નીચેથી જમીન સરકવા લાગી એટલે ત્રીજી વખત નાટક ભજવવાની વાતો કરીને નાટક કરવાથી ચાલે નહિ. ક્ષત્રિયોનું અપમાન કર્યું છે. કૃષ્ણકુમારસિંહજીનું કોઈ નાટક છે જ નહીં કૃષ્ણકુમારસિંહજીની જેમ કામ કરવા પડે છે. આમ કરવાથી વિકાસ થશે તેવા અહંકાર રાજકારણમાં કરાય નહિ. પ્રજાપતિ સમાજ અને માલધારી સમાજ પણ વિરોધમાં છે. કોંગ્રેસ બધા સમાજને સાથે ચાલીને આગળ ચાલનારી પાર્ટી છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.