Bhavnagar Viral video: બે શખ્સોને છથી વધુ વ્યક્તિઓએ ધોકા-પાઇપથી માર માર્યો, વીડિયો વાયરલ

Bhavnagar Viral video: બે શખ્સોને છથી વધુ વ્યક્તિઓએ ધોકા-પાઇપથી માર માર્યો, વીડિયો વાયરલ
ભાવનગરમાં હાલ એક વિડીયો વાયરલ સોશિયલ (Bhavnagar Viral video) મીડિયામાં થયો છે. કોઈએ બે શખ્સોને છથી વધુ લોકો ધોકા પાઇપ સાથે તૂટી પડ્યા હોવાના વિડીયોથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જો કે આ વિડીયોની ETV BHARAT પુષ્ટિ નથી કરતું પરંતુ ભાવનગર જિલ્લાના સિહોરમાં બનેલી ઘટનાનો હોવાની ચર્ચા થઇ રહી છે.
ભાવનગર: સોશિયલ મીડિયામાં રાત્રે મારામારીની ઘટનાનો વિડિયો વાયરલ થયો છે. બે શખ્સોને બોલેરો પીકપ પાસે છ જેટલા શખ્સો ધોકા અને પાઇપ વડે માર મારતા મારી રહ્યા છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ભાવનગર પાસે આવેલા સિહોરની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના સાથે કનેક્શન: ભાવનગર શહેરના સિહોર ખાતે ગઈકાલે (સોમવારે) એક ખાનગી કંપનીમાં લીંબુના લાકડા ખાલી કરવા આવેલા બોલેરો પિકપ ચાલક અને તેનો દીકરાની સાથે માથાકુટ થઈ હતી. કંપનીના માલિક અને દીકરા સાથે લાકડા લીંબુના નહીં પરંતુ પીપરના લાકડા હોવા બાબતે માથાકૂટ થઈ હતી. બાદમાં કંપનીએથી નીકળી ગયેલા બોલેરોના ચાલક અને પુત્રને પાછળથી ખાનગી કંપનીના માલિકે પીછો કર્યો હતો. પુત્ર અન્ય વ્યક્તિઓએ કારમાં આવીને ઘાંઘળી ચોકડી પાસે બોલેરો ઉભો રાખી ચાલકના અને તેના પુત્રને ઢોર માર્યો હતો. જેની પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. આ વાયરલ વિડિયો એ ઘટનાના હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, આ વિડિયો અંગે ETV Bharat કોઈ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો Roar on RRR in Mumbai: કરણ જોહર અને SS રાજામૌલી વચ્ચેની ફની વાતચીતનો વીડિયો વાયરલ
વિડિયોમાં હથિયાર: રાત્રીના સમયે બોલેરો પિકપ પાર બે શખ્સોને રોકીને માર મારવામાં આવી રહ્યો છે. કેટલાક શખ્સો એ બે વ્યક્તિઓને પકડી રાખે છે અને બાદમાં ધોકા જેવા હથિયારથી માર મારી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય નિહાળી રહ્યા છે. ઢોર માર લાગવાને કારણે એક માર ખાનાર એક વ્યક્તિ નીચે પડી જાય છે. જ્યારે અન્યને પકડી રાખવામાં આવે છે. સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, આ ઘટનાની સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. પણ વિડિયો સામે આવતા ફરી એકવખત સબ સલામતના દાવા સામે અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે.
