ભરૂચ પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવમાં વડીલોના ઘરના વૃદ્ધોએ નવરાત્રી માણી

author img

By

Published : Oct 1, 2022, 9:32 PM IST

ભરૂચ પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવમાં વડીલોના ઘરના વૃદ્ધોએ નવરાત્રી માણી

ભરૂચ પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી મહોત્સવ 2022માં ( Bharuch Police Family Navratri Festival ) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરૂચના વડીલોના ઘર ( Bharuch old Age Home People invited ) ખાતે રહેતા ઘરડા ઘરના વડીલો સાથે પોલીસે પણ ગરબા કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતાં.

ભરૂચ પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવ 2022માં ( Bharuch Police Family Navratri Festival ) પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરૂચના વડીલોના ઘર ખાતે રહેતા ઘરડા ઘરના વડીલો ( Bharuch old Age Home ) સાથે પોલીસે પણ ગરબા કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતાં.

વડીલો માટે નવરાત્રી જોવાનું આ પ્રથમ આયોજન હતું

વડીલો માટે નવરાત્રી જોવાનું આ પ્રથમ આયોજન ભરૂચના વડીલોના ઘર ખાતે રહેતા ઘરડાઘરના વડીલોને ભરૂચના એસપી લીના પાટીલ દ્વારા આમંત્રણ ( Bharuch old Age Home People invited by SP Leena Patil ) આપવામાં આવ્યું હતું. વડીલોના ઘરમાં રહેતાં તમામ વડીલોએ એસપી હેડ ક્વાટર ગ્રાઉન્ડ ખાતે આવી માતાજીની આરતી કરીને ધન્યતા અનુભવી હતી. ભરૂચના એસપી ડોક્ટર લીના પાટીલ દ્વારા ઘરડા ઘરના વડીલો સાથે બેસીને વાત કરતા ભાવવિભોર દ્રશ્યો સર્જાયા હતાં. વડીલો માટે નવરાત્રી જોવાનું આ પ્રથમ આયોજન હતું.

પહેલી વખત ભવ્ય નવરાત્રી યોજવામાં આવી જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા 24 કલાક અને 365 દિવસ ફરજ, સેવા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ તેમજ તેમના પરિવાર માટે નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવા પહેલી વખત ભવ્ય નવરાત્રી યોજવામાં આવી છે. ગરબા મહોત્સવના ચોથા દિવસે ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ( Bharuch Police Parade Ground ) ઉપર મોટી સંખ્યામાં ગરબા પ્રેમી ભરૂચ શહેરના ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતાં.

લોકગાયક અભેસિંગ રાઠોડે હાજરી આપી જિલ્લા પોલીસ પરિવાર સાથે પ્રજા પણ મન મૂકી નિંશ્ચિત થઈ સલામતીના 9 સ્ટેપ્સ સાથે ગરબાનો આંનદ માણી શકે તે માટે જિલ્લા પોલીસ આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો. ભવ્ય ડેકોરેશન, મુંબઈ અને વડોદરાનું કલા વૃંદ, પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ, ગરબા રમવા અને માણવાની વ્યવસ્થા તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે. ગુજરાત તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ લોકગાયક અભેસિંગ રાઠોડ ( Folk singer Abhesingh Rathod) ઉપસ્થિત રહ્યાં હતાં આપી અને ખેલૈયાઓને પોતાની આગવી છટામાં ગરબાના તાલે ઝુમતાં કરી દીધાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.