ભરૂચ:પાનોલી GIDCની બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ

author img

By

Published : Jul 11, 2021, 3:06 PM IST

fire

આજે રવિવારે વહેલી સવારે ભરૂચની GIDCમાં આવેલી જીવન રક્ષક દવાઓ બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જેના કારણે વિસ્તારમાં ભય ફેલાયો હતો. આગની જાણકારી ફાયર બ્રિગેડને મળતા ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં કરી હતી.

  • ભરૂચની GIDCમાં ભારે આગ
  • જીવન રક્ષક દવા બનાવતી કંપનીમાં આગ
  • 5 ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી

ભરૂચ: આજે(રવિવારે) વહેલી સવારે ભરૂચનો પાનોલી GIDC વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો. ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર(BAJAJ HEALTHCARE) કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

કંપની જીવન રક્ષક દવાનું કરે છે ઉત્પાદન

જીવન રક્ષક દવાનું ઉત્પાદન કરતી કંપનીમાં સવારે અચાનક ફાટી નીકળેલી આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો હતો. કંપનીની ફાયર સેફટી સિસ્ટમ કાબુ મેળવવાના માટે અસક્ષમ સાબિત થયા હતા. આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા અંકલેશ્વર અને પાનોલીના 5 ફાયર ગાડીઓ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા જેમણે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા.

fire
ભરૂચ:પાનોલી GIDCની બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ

આ પણ વાંચો : રહેણાંક વિસ્તારમાં આવેલા સેનિટાઇઝરના ગોડાઉનમાં આગ લાગી, ધાબા પરથી 2 વૃદ્ધાનો કરાયો બચાવ

દૂર દૂર સુધી આગની જ્વાળા નજરે પડી

આગનું સ્વરૂપ એટલું ગંભીર હતું કે તેની જવાળાઓ 2 કિલોમીટક દૂરથી પણ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતાને જાઈને કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર - DPMCના એક્સપર્ટની ટિમ પણ મદદે બોલાવાઇ હતી. લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર આંશિક નિયંત્રણ મેળવી શકાયું હતું જોકે સંપૂર્ણ કાબુ મેળવવા હજુ થોડો સમય લાગી શકે છે.

આ પણ વાંચો : સાવલીની એડવાન્સ રેઝીન પ્રા.લી.કંપનીમાં લાગી આગ, ફાયર ફાઈટરોએ આગ પર મેળવ્યો કાબુ

આગ લાગવાનું કારણ અકબંધ

ઘટના બાબતે કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સ્વતંત્ર તપાસ હાથ ધરશે. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.