MURDER CASE: ભરૂચમાં પતિએ ગ્લુકોઝ બોટલમાં સાયનાઈડ નાખીને પત્નીની કરી હત્યા

author img

By

Published : Aug 9, 2021, 1:53 PM IST

ભરૂચમાં પતિએ ગ્લુકોઝ બોટલમાં સાયનાઈડ નાખીને પત્નીની કરી હત્યા

ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુ:ખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. શુક્રવારે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું કે, વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું. અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં કામ કરતા જીગ્નેશ પટેલે ઇજેક્શન દ્વારા તેની પત્ની વસાવાને ઝેર આપ્યું હતું.

  • વૈવાહિક વિખવાદને કારણે આરોપીએ ગુનો કર્યો
  • પત્નીની હત્યા કરવાના આરોપમાં રવિવારે એક વ્યક્તિની ધરપકડ
  • વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું

ભરૂચ: ગુજરાતની અંકલેશ્વરની એક ખાનગી હોસ્પિટલમાં આશરે એક મહિના પહેલા ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુ:ખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ટીપાની બોટલમાં સાઈનાઈડ સોલ્યુશન નાખીને તેની પત્નીની હત્યા (MURDER) કરવાના આરોપમાં રવિવારે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ માહિતી આપી છે. અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, વૈવાહિક વિખવાદને કારણે આરોપીએ ગુનો કર્યો છે.

રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો

ઉર્મિલા વસાવા (34) ને છાતીમાં દુ:ખાવાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. શુક્રવારે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ફોરેન્સિક રિપોર્ટમાં સાબિત થયું કે, વસાવાનું મૃત્યુ સાયનાઇડને કારણે થયું હતું. અંકલેશ્વરમાં એક ફેક્ટરીમાં કામ કરતા જીગ્નેશ પટેલે ઇજેક્શન દ્વારા તેની પત્ની વસાવાને ઝેર આપ્યું હતું.

આ પણ વાંચો: પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા

મહિલાને સાયનાઇડ આપવામાં આવ્યા બાદ તરત જ તેનું મૃત્યુ થયું

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાને સાયનાઇડ આપવામાં આવ્યા બાદ તરત જ તેનું મૃત્યુ થયું હતું અને તે સમયે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાને 8 જુલાઈએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ હાજર ન હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તરફથી રિપોર્ટ મળ્યા બાદ પોલીસે પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ધોરાજીમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડામાં પતિએ પત્નીની કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.