આશ્ચર્ય! ગુજરાતના આ ગામે થયો માછલીઓનો વરસાદ, જાણો આ પાછળનું વૈજ્ઞાનિક કારણ

author img

By

Published : Jun 14, 2022, 11:58 AM IST

Updated : Jun 14, 2022, 5:51 PM IST

આશ્ચર્ય....! અને આ રીતે થયો માછલીનો વરસાદ

ગુજરાત રાજ્યમાં મેઘરાજાનાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે. દરેક જિલ્લા અને તાલુકામાં વાવણી લાયક વરસાદ પડ્યો છે. પરંતુ, વરસાદના છાંટા સાથે માછલીનો પણ વરસાદ (Fish Rain in Deesa Gujarat) થયો હોય એવું ક્યારેય સાંભળ્યું છે ખરા? આ ઘટના બની છે ઉત્તર ગુજરાતના ડીસા પ્રાંતમાં. ડીસાના ખેટવા ગામે વરસાદની સાથે માછલીઓનો વરસાદ (Fish Rain In Farm) થતા લોકોમાં કૂતુહલ સર્જાયું છે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા ખેડૂતો રાજીપો વ્યક્ત કરે છે. પણ ખેટવા ગામે દ્રષ્ય અલગ છે.

ડીસા: ગુજરાત રાજ્યમાં કેરળથી આગળ વધેલું ચોમાસું દિવસે દિવસે સક્રિય થતું જાય છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગર સહિત અનેક જિલ્લા-તાલુકામાં વરસાદ થયો છે. જેના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડીસાના ખેટવા ગામે વરસાદની (Banaskantha Rain) સાથે માછલીઓ ખેતરમાં (Fish Rain in Banaskantha) જોવા મળી હતી. ખેટવા ગામમાં વરસાદ સાથે માછલીઓ (Rain In Gujarat) ખેતરોમાં જોવા મળતા મોટી સંખ્યામાં લોકો માછલી જોવા (Banaskantha Rain and Fish) ખેતરમાં ઉમટી પડ્યા હતા.

ખેતરામાં વરસાદ સાથે માછલી

આ પણ વાંચો: T20 International Match in Rajkot : ક્રિકેટરોનું રેડ કાર્પેટ પર સ્વાગત, આગતાસ્વાગતાના બીજા કયા આયોજનો થયાં જાણો

અસાધારણ ઘટના: આ વર્ષે ડીસાના ખેટવા ગામે (Rain In Gujarat) સાથે અકલ્પનીય ઘટના સામે આવી છે. ખેટવા ગામે વરસાદ સાથે માછલી વરસી જોવા મળતા લોકો આશ્ચર્ય થઈ ગયા હતા. ખેટવા ગામના બાબુ જીવા રબારીના ખેતરમાં માછલીઓ જોવા મળી આવી હતી. ખેડૂત બાજરીનો પાક ખેતરમાં લેવા માટે જતા હતા. તે સમયે માછલીઓ દેખાતા આશ્ચર્ય સર્જાયું હતું. આ માછલીઓ ક્યાંથી આવી હતી. તે અંગે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. મોટી સંખ્યામાં માછલીઓ મળી આવતા સોશિયલ મીડિયામાં પણ ફોટા વાયરલ થયા હતા. ખેડૂત પણ માછલીઓને (Gujarat Weather Prediction) જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

માછલીનો વરસાદ? ખેટવા ગામે પડેલી માછલીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વરસાદ સાથે પડેલી તમામ માછલીઓ મૃત હાલતમાં જોવા મળી છે. હવામાન વિભાગ આ ઘટનાની કોઈ રીતે ખાતરી કરતું નથી. એટલે લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે, આ માછલીઓ આટલી મોટી સંખ્યામાં આવી ક્યાંથી.

આ પણ વાંચો: નિવૃત્તિ પછી કોઇપણ કર્મચારી કે અધિકારી સામે તપાસ કરી શકાય નહીં : હાઇકોર્ટ

શું કહે છે વિજ્ઞાનીક: નરોત્તમ સાહુએ આ મામલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચુકી છે. જ્યારે ઘટવા ઘટના બનવા પાછળનું કારણ શાહુ એક જણાવ્યું હતું કે, જે જગ્યા ઉપર માછલીઓનો વરસાદ પડ્યો છે. તેના અમુક કિલોમીટર અથવા તો અમુક વિસ્તારને છોડીને નદી તળાવ માછીમાર કેન્દ્ર અથવા તો દરિયાયી વિસ્તાર હોય છે. તે સમયે જો હવાની ગતિ ખૂબ જ હોય છે ત્યારે દરિયા નદી કે તળાવના પાણીના પ્રથમ સ્તરને હવામાન પડી જાય છે.જે જગ્યા ઉપર હવાની ગતિ ધીમી થઈ જાય છે તે જગ્યા પર વરસાદી સાથે માછલીઓ પણ પડે છે. ઉલ્લેખનીય છે કે આજે પણ માછલીઓ પડી છે તે પાણીના પ્રથમ સ્તરની અંદર રહેલી છે.

Last Updated :Jun 14, 2022, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.