બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, ડીસામા ચાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી

author img

By

Published : Sep 26, 2021, 12:58 PM IST

Updated : Sep 26, 2021, 2:11 PM IST

બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, ડીસામા ચાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શનિવારે મોડી સાંજે દાંતીવાડા માં બે કલાક માં છ ઇંચ જેટલો વરસાદ ખાબકયા બાદ આજે વહેલી સવારે ડીસા માં પણ બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી

  • બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન
  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી
  • ડીસામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

બનાસકાંઠા: ભારતીય મોસમ વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ ગઈ કાલે (શનિવાર) બપોર બાદ વરસાદની હેલી શરૂ થઈ ગઈ હતી, જેમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડીસાંજે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં સાંજે બે કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ થયો હતો, જ્યારે વડગામ અને ધાનેરામાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય પણ અનેક જગ્યાએ છૂટો છવાયો વરસાદ બાદ આજે(રવિવાર) વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે, જેમાં ડીસા પંથકમાં બે કલાકની અંદર ચાર ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.

આ પણ વાંચો : ભારત-કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર, સોમવારથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે

જનજીવન ખોરવાયું

અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું જ્યારે ગંગાજી વ્હોળા, લાલચાલી,તેરમીનાળા જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ સીઝનનો 60 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, ડીસામા ચાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી

આ પણ વાંચો : Mann Ki Baat : " વિશ્વ નદી દિવસ" એટલે પરંપરાઓને જોડનારો દિવસ, આપણે ત્યાં નદીને માતા કહેવાય છે તો આટલી પ્રદૂષિત કેમ!

ડીસાના હરિઓમ સ્કૂલ પાસે વરસાદી પાણી ભરાયા

આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારથી મેઘ તાંડવ સર્જાયો હતો ડીસા શહેરમાં સવારથી જે પ્રમાણે વરસાદ શરૂ થયો હતો તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ખાસ કરીને ડીસાના હરિઓમ સ્કૂલ પાસે આવેલા ગંગાજી વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સોથી પણ વધુ પરિવારો આ વરસાદી પાણીના વહેણમાં ફસાયા હતા વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘુસતાં લોકોએ પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

Last Updated :Sep 26, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.