બનાસકાંઠા જિલ્લામાં ખોડિયાર જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

author img

By

Published : Feb 2, 2020, 7:19 PM IST

banas

બનાસકાંઠામાં આઇશ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્ય દિન નિમિતે ખોડીયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. જેમાં ભક્તોને હજારો કિલો મહાપ્રસાદ લાપસીનું વિતરણ કરાયું હતું.

બનાસકાંઠા : મહા સુદ આઠમ એટલે કે આઇશ્રી ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય દિન માનવામાં આવે છે. ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિભાવથી ખોડિયાર જયંતિની ઉજવણી થઈ હતી. ત્યારે ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલ વર્ષો જુના શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ભવ્યાતિભવ્ય રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લામાં ખોડિયાર જયંતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

જેમાં વહેલી સવારથી જ મંદિરે દર્શનાર્થીની ભીડ જોવા મળી હતી. તેમજ મંદિરના વહીવટ કર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં આવનારા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાઇ હતી. ડીસા શહેર પોલીસ દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ પ્રસંગે કુલ 801 કિલો ઘઉં, 801 કિલો ગોળ, 30 ડબ્બા ઘી તેમજ 10 કિલો જેટલી બદામ નાખી મહાપ્રસાદ લાપસી તૈયાર કરી દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે અપાઇ હતી. આ પાવન દિવસે ખોડીયાર માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.02 02 2020

સ્લગ... બનાસકાંઠા જિલ્લામાં ખોડિયાર જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ


એન્કર...આજરોજ આઇશ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્યદિન નિમિતે ખોડીયાર જયંતિની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી.ખોડિયાર જ્યંતી નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ની ભારે ભીડ જામી હતી.ભક્તોને હજારો કિલો મહાપ્રસાદ લાપસીનું વિતરણ કરાયું હતું.

Body:
વી.ઓ...મહા સુદ આઠમ એટલે કે આઇશ્રી ખોડીયાર માતાજીના પ્રાગટ્યદિન. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ ભાવ થી ખોડિયાર જયંતિ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખોડીયાર જયંતિ નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાકમાર્કેટ સામે આવેલ વર્ષો જુના શ્રી ખોડીયાર માતાજીના મંદિરે ભવ્યાતિભવ્ય રીતે આજે ખોડિયાર જયંતિ ની ઉજવણી કરાઇ હતી.વહેલી સવારથી જ મંદિરે દર્શનાર્થીની લાઈનો લાગી હતી. મંદિરના વહિવટકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં આવનારા દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાઇ હતી.ડીસા શહેર પોલીસ દ્વારા પણ વિશેશ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ પ્રસંગે કુલ 801 કિલો ઘઉં, 801 કિલો ગોળ, 30 ડબ્બા ઘી તેમજ 10 કિલો જેટલી બદામ નાખી મહાપ્રસાદ લાપસી તૈયાર કરી દર્શનાર્થીઓને પ્રસાદ રૂપે અપાઇ હતી. આજે ખોડિયાર જયંતિ ના પાવન દિવસે ડીસા માં આવેલ ખોડિયાર માતાજી ના મંદિરે દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી...

બાઈટ.. નરેશ મોદી
( ભક્ત )
Conclusion:
રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.