સરકારના વિરોધમાં ગૌસેવકોએ કરાવ્યું મુંડન, અંબાજીમાં PM મોદી સામે વિરોધ કરવાની આપી ચિમકી

author img

By

Published : Sep 26, 2022, 11:13 AM IST

સરકારના વિરોધમાં ગૌસેવકોએ કરાવ્યું મુંડન, અંબાજીમાં PM મોદી સામે વિરોધ કરવાની આપી ચિમકી

બનાસકાંઠાના ડીસામાં ગૌસેવકોએ (Banaskantha Gau Sevak Protest) મુંડન કરાવી સરકારનો વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે સરકારને ચેતવણી આપી હતી કે, હજી પણ સરકાર નહીં જાગે તો અમે માથા કપાવતા પણ નહીં ખચકાઈએ. આ ઉપરાંત તેમણે દરરોજ અલગ અલગ કાર્યક્રમ (Gau Sevak Protest against Government) કરવાની પણ તૈયારી બતાવી છે.

બનાસકાંઠા રાજ્યમાં ચાલી રહેલા ગૌ આંદોલનમાં (Banaskantha Gau Sevak Protest) ડીસામાં ગૌસેવકોએ માથે મુંડન કરાવી સરકારનો અનોખો વિરોધ કર્યો હતો. સાથે જ તેમણે સરકારને ચેતવણી આપી હતી કે, ગાયો માટે વાળ આપ્યા છે અને હજી સરકાર નહીં જાગે તો ગૌસેવકો પોતાના માથા આપતા પણ ખચકાશે નહીં. સરકાર જ્યાં સુધી 500 કરોડ રૂપિયાની સહાય નહીં ચૂકવે ત્યાં સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવાની ગૌ સેવકોએ તૈયારી બતાવી છે.

ગૌશાળા અને પાંજરાપોળનું આંદોલન ઉગ્ર બન્યું

ગૌશાળા અને પાંજરાપોળનું આંદોલન ઉગ્ર બન્યું રાજ્ય સરકારે પોતાના બજેટમાં રાજ્યની ગૌશાળાઓને સહાય 500 કરોડની સહાય આપવાની (government schemes for gaushala ) જાહેરાત કરી હતી, પરંતુ આ સહાયની જાહેરાત કર્યા ને આજે લાંબો સમય થયો હોવા છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ સહાય ચૂકવવામાં નથી આવી. ત્યારે બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળમાં સંચાલકોને પશુઓનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યું છે. આવા સમયે સરકારમાં સહાય (government schemes for gaushala) માટે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર ટસની મસ થઈ નહતી.

ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ચડાવી બાંયો બનાસકાંઠાની 170 ગૌશાળાના સંચાલકોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી આંદોલન શરૂ કર્યું હતું સૌપ્રથમ તમામ ગૌશાળાના સંચાલકોએ પશુધન રોડ પર છોડી (GAUSHALA PANJRAPOLE RELEASED CATTLE) વિરોધ દર્શાવ્યો (Gau Sevak Protest against Government) હતો. ત્યારબાદ સરકારના વિરોધમાં ધારણા અને રાત્રે ભજન કર્યા હતા. તેમ છતાં પણ હજી સુધી સરકાર (government schemes for gaushala) દ્વારા કોઈ જવાબ ન મળતા હવે જિલ્લામાં આંદોલન ઉગ્ર બનતું જાય છે.

માથા કપાવતા ખચકાઈશું નહીંઃ ગૌસેવકો
માથા કપાવતા ખચકાઈશું નહીંઃ ગૌસેવકો

PM મોદી સામે કરશે વિરોધ આગામી સમયમાં હજી પણ સરકાર દ્વારા જો ગૌશાળાને પાંજરાપોળમાં સરકાર (government schemes for gaushala) દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે તો અંબાજી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Ambaji Visit) આવી રહ્યા છે. તેમની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

સરકારના વિરોધમાં મુંડન કરાવ્યું રાજ્યભરમાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો તેમ જ ગૌ સેવકો છેલ્લા કેટલાય દિવસોથી એકધારો વિરોધ કરી સરકારને (government schemes for gaushala) જગાડવાનો પ્રયાસ (Banaskantha Gau Sevak Protest) કરી રહ્યા છે. એટલે તેમણે ધરણા, ભૂખ હડતાળ કર્યા બાદ 50 જેટલા ગૌસેવકોએ મુંડન કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.