બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન, ડીસામાં મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન

author img

By

Published : Sep 23, 2021, 7:12 PM IST

Loss to farmers in Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં હવે પાછોતરા વરસાદને કારણે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત એક મહિના સુધી વરસાદ ખેંચાયા બાદ મોડે મોડે વરસાદ થતાં હવે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં સુકારા જેવો રોગ આવી જતા પાકને મોટુ નુકસાન થઈ રહ્યું છે.

  • બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન
  • પાછોતરા વરસાદના કારણે જિલ્લામાં મગફળી અને શાકભાજીમાં ખેડૂતોને મોટું નુકસાન
  • વરસાદથી થયેલા નુકસાનમાં સરકાર દ્વારા સહાય કરવા ખેડૂતોની માગ

બનાસકાંઠા: ચાલુ વર્ષે ડીસા સહિત સમગ્ર જિલ્લામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ખેડૂતોએ પાકની વાવણી કરી હતી તે સમયે વરસાદની ખેડૂતો રાહ જોઇને બેઠા હતા પરંતુ તેવા સમયે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું ન હતું. જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં મોંઘાદાટ પૈસા ખર્ચી લાવેલ બિયારણમાં નુકસાન થયું હતું. શરૂઆતના સમયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરોમાં ઊભેલો પાક બળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને વરસાદ વગર મોટું નુકસાન થયું હતું. ચાલુ વર્ષે હજુ સુધી પણ બનાસકાંઠા જિલ્લામાં જોવે તેવો વરસાદ થયો નથી. જેના કારણે જિલ્લાના ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન

વરસાદનો સમય બદલાતા ખેડૂતોને નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આમ તો સતત છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટતા પાણીના તળ ઉંડા પહોંચ્યા છે. તો બીજી તરફ આ વર્ષે શરૂઆતમાં વરસાદ ન થતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના બની હતી અને સતત એક મહિના સુધી વરસાદ ખેંચાતા અનેક જગ્યાએ ખેતરોમાં તૈયાર થયેલો ઉભો પાક બળી ગયો હતો. જે બાદ મોડે મોડે વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ હવે પાછોતરા વરસાદને કારણે તૈયાર થયેલા પાકમાં સુકારો નામનો રોગ આવી ગયો છે. આમ પહેલા વરસાદ સમયસર ન થતા પાકને નુકસાન અને ત્યારબાદ વરસાદ ખૂબ જ મોટો આવતા મગફળી સહિતના પાકોમાં સુકારો નામનો રોગ આવી ગયો છે. આ રોગમાં છોડ ધીમે ધીમે સુકાવા લાગે છે, તેના પત્તા પીળા પડી જાય છે અને તેના કારણે પાકને મોટું નુકસાન થાય છે.

બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર

સૌરાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધુ મગફળી પાકનું વાવેતર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આમ તો વર્ષોથી ડીસાને બટાકાની નગરીની સાથે હવે મગફળીનું પણ હબ બનવા તરફ જઈ રહી છે. વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં ઉનાળો અને ચોમાસું એમ બે સીઝનમાં વાવેતર થાય છે. આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 22,282 હેક્ટરમાં થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે ડીસા શહેરમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. મોંઘાદાટ બિયારણો હોવા છતાં પણ ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે સારો વરસાદ થશે અને ખેડૂતોને મગફળીના પાકમાં સારું એવું ઉત્પાદન મળશે.

બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન

આ પણ વાંચો: નખત્રાણામાં ધોધમાર 3 ઇંચ વરસાદ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો

બનાસકાંઠા જિલ્લામાં મગફળીના પાકમાં સૌથી વધુ નુકશાન

છેલ્લા બે વર્ષથી ખેડૂતો એક બાદ એક અનેક પાકમાં કુદરતી આપત્તિથી નુકસાન વેઠી રહ્યા છે. આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ પાકમાં સારી આવક થવાની આશાએ ફરી એકવાર ખેતરમાં મગફળી સહિત અનેક પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ કુદરત જાણે ખેડૂતો પર પ્રકોપ વર્ષાવતી હોય તેમ જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં ખેડૂતોએ ખેતરોમાં મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું. તે સમયે વરસાદનું આગમન ન થતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા મગફળી, બાજરી સહિત અનેક શાકભાજી બળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે બાદ જ્યારે ખેડૂતોએ માંડ માંડ દવાઓનો છંટકાવ અને રાત દિવસ એક કરી પોતાના પાકને બચાવવા માટે મહેનત કરી તેવા સમયે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સૌથી વધુ નુકસાન મગફળીના પાકમાં જોવા મળ્યું હતું. પાછોતરા વરસાદને કારણે ડીસા તાલુકામાં ખેડૂતોએ વાવેતર કરેલી મગફળીના પાકમાં ટપકી અને ફૂગ જેવો રોગ આવી જતા ખેડૂતોના ખેતરમાં ઊભેલી મગફળી નષ્ટ થઈ છે, જેના કારણે હાલમાં ખેડૂતો ભારે નુકસાન વેઠી રહ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તથા સુરતમાં વરસી રહ્યો છે ભારે વરસાદ

મગફળીના પાકમાં પાછોતરા વરસાદથી 40 ટકા નુકસાન

ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા તાલુકામાં થયું હતું. શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરમાં ઉગેલી મગફળી બળી ગઈ હતી. જે બાદ લાંબા સમય બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં ઊભેલી મગફળીમાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે ટપકી અને ફૂગ જેવા રોગ મગફળીમાં આવી ગયા હતા. જેના કારણે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે ખેતીવાડી અધિકારી ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, હાલમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને મગફળીના પાકમાં થયું છે. બનાસકાંઠા જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને 40 ટકા જેટલું નુકસાન જોવા મળી રહે છે.

  • કચ્છ જિલ્લાના નખત્રાણા (nakhatrana kutch bhuj weather) તાલુકામાં આજે બપોરના 1 કલાકના સમયગાળામાં મેઘરાજા મન મૂકીને વરસતા નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું. નખત્રાણામાં બપોરના 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીના માત્ર 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મેઘ મહેર થતાં નગરની અંદરથી પસાર થતા માર્ગો ઉપર પાણી ફરી વર્યા હતા અને ટ્રાફિક ખોરવાયો હતો.
  • એક ઉક્તિ છે કે વરસે તો વાગડ ભલો, એટલે કે જો સારો વરસાદ હોય તો આ પંથકની સુંદરતા ખૂબ નીખરે છે. ત્યારે આ વર્ષે આ વાત સાચી પડે તેમ છે. કચ્છના રાપર તાલુકામાં 22 સપ્ટેમ્બરની રાત્રિથી શરૂ થયેલા મેઘમહેરથી વાગડ વિસ્તાર તરબોળ થઈ ગયો હતો. રાત્રે એક ઇંચ વરસાદ પડયો હતો તો 23 સપ્ટેમ્બરના સવારથી પણ વરસાદ વરસ્યો હતો અને બપોર સુધીમાં વધુ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.