ડીસા દક્ષિણ પોલીસે મોઢેશ્વરી સોસાયટીમાંથી ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત કરી

author img

By

Published : Sep 21, 2021, 4:05 PM IST

ડીસા દક્ષિણ પોલીસે મોઢેશ્વરી સોસાયટીમાંથી ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત કરી

બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર ગુનાઈત પ્રવૃતિઓમાં દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ચાલતા ડ્રગ નેટવર્કનો આજે ડીસા દક્ષિણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે શહેરમાંથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના વિવિધ ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે.

  • ડીસામાં દક્ષિણ પોલીસનું સફળ ઓપરેશન
  • ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાંથી બાતમીના આધારે ડ્રગ્સ ઝડપાયું
  • મોઢેશ્વરી સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ સાથે એક આરોપીની અટકાયત
  • ડીસા દક્ષિણ પોલીસે આરોપીની અટકાયત કરી અન્ય નેટવર્ક શોધવા તપાસ શરૂ કરી

ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નાની ઉંમરના બાળકોને ડ્રગ્સને રવાડે ચઢાવવાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે. અને શહેરમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક પણ ખૂબ જ સક્રિય બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી ડીસા શહેરના અનેક વિસ્તારોમાં ડ્રગ્સનું મોટાપાયે વેચાણ થતું હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી. જેને લઈ બીજા દક્ષિણ પોલીસે અનેકવાર મોઢેશ્વરી સોસાયટીમાં વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. પરંતુ અનેકવાર ડ્રગ્સનું વેચાણ કરતો શુભમકુમાર પટેલ પોલીસને હાથતાળી આપી ફરાર થઈ જતો હતો. ડીસાના મોટાભાગના તમામ વિસ્તારોમાં શુભમ પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ડ્રગ્સના રવાડે અનેક લોકો ચડ્યાં હતાં.

ડીસા દક્ષિણ પોલીસનું સફળ ઓપરેશન
આજે ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી બાતમીના આધારે ડીસા શહેરમાં આવેલી મોઢેશ્વરી સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી અંદાજિત આઠેક લાખ રૂપિયાની કિંમતના ડ્રગના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે આ સફળ ઓપરેશનમાં શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. તેના ઘરમાથી જ 338.60 ગ્રામ ગાંજો, 59.760 ગ્રામ સ્મેક અને 18.25 ગ્રામ મેફેડ્રોન (md)નો જથ્થો તથા 3 મોબાઈલ રોકડ 6,350 સહિત તમામ જથ્થોની કિંમત સાત લાખ છણું હજાર સાતસો રૂપિયા છે. પોલીસે આ તમામ જથ્થા સાથે શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોનની અટકાયત કરી હતી.

શુભમકુમાર પટેલ ઉર્ફે પાબ્લો ઇસ્કોન નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો
પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરીઆ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને આ જથ્થો કોના પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો તેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ડીસામાં આવેલી મોઢેશ્વરી સોસાયટીમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવતા સમગ્ર ડીસામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે પોલીસને આશા છે કે આ ઘટના બાદ અન્ય લોકો કે જે ડ્રગ્સ નેટવર્કમાં સપડાયેલા છે તે પણ બેનકાબ થશે.પાંથાવાડા પાસેથી માદક પદાર્થનો રસ ઝડપાયોખાનગી રાહે મળેલ બાતમીના આધારે બનાસકાંઠા SOG અને CPI થરાદ પોલીસે પાંથાવાડા નજીકથી અફીણનો રસ ઝડપી લીધો બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડાથી ગુંદરી તરફ જતા હાઇવે રોડ પર આવેલી વે-વેઇટ હોટલમાંથી 340 ગ્રામ જેટલો માદક પદાર્થનો રસ SOG પોલીસ બનાસકાંઠા અને CPI થરાદ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. વે-વેઇટ હોટલ ચલાવનાર નરેન્દ્રકુમાર કાળુરામ વિશ્નોઈ રહે- સેડીયા, ગુંદાઉ તા-રાનીવાડા જી-જાલોર હાલ રહે પાંથાવાડા હોટલ વે- વેઈટ વાળાની ધરપકડ કરી તેની પાસેથી રોકડ રકમ 105, અફીણ રસ 340 ગ્રામ કિંમત રૂ 51000, મોબાઇલ કિંમત રૂપિયા 5,000 તેમજ આધારકાર્ડ, લાઈટ બિલ કુલ કિંમત રૂપિયા 56105 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ માદક પદાર્થનો રસ મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું તો બીજી તરફ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..આ પણ વાંચોઃ ગુજ. ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

આ પણ વાંચોઃ મુન્દ્રા કેસમાં ચેન્નાઈના દંપતીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.