દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સામે લોકાયુક્તમાં ફરિયાદ

author img

By

Published : Sep 6, 2021, 2:38 PM IST

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સામે લોકાયુક્તમાંદાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સામે લોકાયુક્તમાં ફરિયાદ ફરિયાદ

બનાસકાંઠામાં વિવાદોથી ઘેરાયેલી દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સર્જાયો આવશે. અનેક ખાતાકીય તપાસ અને ભ્રષ્ટાચાર માં ખદબદતા કૌભાંડી વૈજ્ઞાનિક ને કુલપતિ તરીકે નિમણૂક આપતા લોકોમાં રોષ વ્યાપ્યો છે વારંવાર રજૂઆત બાદ પણ આ અંગે કાર્યવાહી ન થતાં હવે લોકોએ લોકાયુક્ત માં ફરિયાદ કરી છે.

  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કૌભાંડ આવ્યું બહાર
  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રવિન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું કૌભાંડ
  • કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ખોટી ભરતીમાં સામેલ કુલપતિ

બનાસકાંઠા: ભારત દેશએ કૃષિપ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી સાથે સીધી યા આડકતરી રીતે સંકળાયેલા છે. જેના કારણે ગુજરાત સરકારે ખેડૂતોના હિતની રક્ષા થાય, ખેડૂતને મુંજવતા પ્રશ્નો, સમસ્યાઓનું નિરાકરણ આવે, કૃષિલક્ષી નવા સંશોધન થાય અને એ સંશોધન થકી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવતા થાય તે માટે સરકાર દ્વારા કૃષિ યુનિવર્સિટી રચના કરવામાં આવી છે પરંતુ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે અને આ બાબતે સરકાર પર આ ખાડા કાન કરી રહી છે. તાજેતરમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો. રવિન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. જે નિમણૂકને લઇ વધુ એક વિવાદ શરૂ થઇ ગયો છે.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ સામે લોકાયુક્તમાં ફરિયાદ

ગેરકાયદેસર કુલપતિની નિમણૂક

આમતો પોતાના ક્ષેત્રમાં અવલા, હોશિયાર અને ઇમાનદાર લોકોને બઢતી આપવાનો સરકારી નિયમ છે પરંતુ અહીં તમામ નિયમોને અને કાયદાને નેવે મૂકી ગુજરાત સરકારે કૌભાંડી વૈજ્ઞાનિક ને ડો. રવીન્દ્રસિંહ ચૌહાણની કુલપતિ તરીકે નિમણૂક કરી દીધી છે. ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે. જેમાં યુનિવર્સિટી ખાતે યોજાયેલા વર્ગ-3 ની પરીક્ષામાં ગેરરીતિ આચરી સેટિંગ વાળા વિધાર્થીઓને પાસ કર્યા હોવાની ફરિયાદ થઈ છે. નોકરી મેળવવા માટે પણ તેમણે ગુજરાત બીજ નિગમનું બનાવટી પ્રમાણપત્ર બનાવી 15 વર્ષ બાદ રજૂ કર્યું હતું, તે પણ ખોટું સાબિત થયું છે. તેમજ ઉદયપુરની પીએચડીની ડીગ્રી પણ શંકાસ્પદ છે.

આ પણ વાંચો: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પશુઓની હરાજી ન થતા પશુપાલકો પરેશાન

ખાતાકીય તપાસ

તેમાં પણ તેમની સામે ખાતાકીય તપાસ ચાલતી હતી, 2013-14 માં પણ ભરતી કૌભાંડ આચર્યું હતું, તે સમયે પણ ભરતી કૌભાંડમાં અત્યારના કુલપતિ ડો. રવીન્દ્રસિંહનું નામ જોડાયેલું છે અને તેમાં પણ ભોગ બનનાર વાસુદેવ સિંધવ નામના વિદ્યાર્થીએ તેમની સામે ફરિયાદ કરી હતી. આ સિવાય તેની સામે અનેક ખાતાકીય તપાસ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે તેમની ખોટી રીતે કુલપતિ તરીકે નિમણૂક આપતાં હવે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો તેના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા

આ ડોક્ટર રવિન્દ્રસિંહ ચૌહાણના કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતો તેના ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે તેમના વિરુદ્ધ અનેક લોકોએ તેમજ કર્મચારીએ પણ લોકાયુક્ત માં ફરિયાદ કરી છે અને ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે તેમ છતાં પણ સરકારે આ તમામ બાબતોને અવગણીને તેમને શા માટે કુલપતિ બનાવ્યા હશે તે પણ એક સવાલ થાય છે. કારણ કે જ્યારે કુલપતિની નિમણૂક કરવાની હતી ત્યારે લિસ્ટ માં ત્રણ વ્યક્તિઓના નામ હતા અને બાકીના બે લોકો સામે એક પણ ફરિયાદ ન હોવા છતાં પણ શા માટે આ ભ્રષ્ટાચારી ને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા હશે તે મામલે પણ તટસ્થ તપાસ થાય તેવી અરજદારની માગ છે.

આ પણ વાંચો: દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં રણ તીડની વર્તણૂંક-વ્યવસ્થાપન મુદ્દે વેબિનાર યોજાયો

2013-14 ની પરીક્ષા ગેરરીતિ મામલો

મહત્વની વાત એ છે કે 2013-14 ની પરીક્ષા ગેરરીતિ મામલે કુલપતિ ડો. રવીન્દ્રસિંહ ચૌહાણ સામે જે તપાસ ચાલતી હતી તે આ બંને કેસમાં ચાર્જશીટ રજૂ કરી દેવાઈ છે, વળી આ તમામ બાબતો સરકાર જાણતી હોવા છતાં પણ તેમની કુલપતિ તરીકે નિમણૂક કરી દેતા આ કેસમાં સરકારની પણ મેલી મુરાદ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક વૈજ્ઞાનિક તરીકે ડોક્ટર રવીન્દ્રસિંહ ચૌહાણ જ્યારે આટલા કૌભાંડ આચરી શકતા હોય તો પછી હવે કુલપતિ બન્યા પછી કૌભાંડોની હારમાળા સર્જી દેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રવીન્દ્રસિંહ ચૌહાણ મીડિયા સામે આવવા માગતા ન હતા

આ અંગે ETV BHARAT દ્વારા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રવીન્દ્રસિંહ ચૌહાણ સાથે ચાર વાર સંપર્ક કરવા માટે કૃષિ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા પરંતુ તેઓ મીડિયા આગળ આવવા માંગતા ન હતા. જેથી તેમના પી.એ દ્વારા કુલપતિ રવીન્દ્ર સિંહ ચૌહાણ યુનિવર્સિટીમાં હાજર નથી તેઓ જવાબ આપવામાં આવ્યો હતો.જે બાદ અનેકવાર કુલપતિ રવીન્દ્ર સિંહ ચૌહાણ ને ટેલીફોનીક સંપર્ક કરવા છતાં પણ તેઓ પોતાનો ફોન ઉપાડ્યો ન હોતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.