ગુજરાતનું એક એવું ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈઓને રાખડી નથી બાંધતી

author img

By

Published : Aug 22, 2021, 4:27 PM IST

રક્ષાબંધન

સામાન્ય રીતે રક્ષાબંધનનો તહેવાર દેશવાસીઓ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવતા હોય છે, પરંતુ બનાસકાંઠાનું એક એવું ગામ છે કે, જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશને દિવસે ઉજવાય છે. એવું તો કયું ગામ કે જ્યાં એક દિવસ પહેલા ઉજવાય છે રક્ષાબંધન.

  • બનાસકાંઠા જિલ્લામાં રક્ષાબંધનના પર્વની કરાઈ અનોખી ઉજવણી
  • પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં 200 વર્ષની પરંપરા જળવાઈ
  • ગામમાં ભયંકર બીમારી ફેલાઈ ત્યારથી રક્ષાબંધન પર્વની ઉજવણી એક દિવસ પહેલા

બનાસકાંઠા: સામાન્ય રીતે તમે શાળા, કોલેજોમાં તહેવારની એક દિવસ અગાઉ તો ઉજવણી થતી જોઈ હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું આ ચડોતર ગામ છે, જ્યાં છેલ્લા 200 વર્ષો જૂની પરંપરા છે કે જ્યાં શ્રાવણ સુદ ચૌદશને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ગામના હિન્દુ ધર્મના તમામે તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ ચૌદશના દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યાં છે.

રક્ષાબંધન

આ પણ વાંચો- બહેન રડી રહી છે ચોધાર આસુંએ, કોરોના કાળમાં તહેવારો બન્યા સુના

200 વર્ષ અગાઉ ગામમાં રોગચાળાના કારણે એક દિવસ પહેલા ઉજવણી

ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી 200 વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ગામના તમામ ઢોર-ઢાંખરો રોગચાળામાં સપડાઇ ગયાં હતાં. જેના કારણે ગ્રામજનોને પશુઓ તેમજ જાનમાલનું નુકસાન થયું હતું. ત્યારે આ દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં.

રક્ષાબંધન
રક્ષાબંધન

વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે ઉજવવાનું કહ્યું

જો કે, એ સમયે આ મહામારીમાંથી બચવા ગ્રામજનો એકત્ર થઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરી ગામના ખૂણે ખૂણે છંટકાવ કરવાનું કહ્યું અને ગ્રામજનોએ તે મુજબ કરતા સમગ્ર ગામમાંથી મહામારી મુક્ત થઇ. જો કે, તે બાદ આ વિદ્વાને ગ્રામજનોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં, પરંતુ શ્રાવણ સુદ ચૌદશના દિવસે ઉજવવાનું કહ્યું અને ત્યારથી જ આ ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવા લાગ્યા અને ત્યારથી જ આ પરંપરા ગામમાં ચાલી આવી.

આજે પણ ગ્રામજનોએ પરંપરા જાળવી રાખી છે

આજના આધુનિક યુગમાં પણ ગ્રામજનોએ આ પરંપરા જાળવી રાખી છે, જેને લઈ આ ગામમાં શ્રાવણ સુદ ચૌદશના દિવસે સમગ્ર ચડોતર ગામ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે.

રક્ષાબંધન
રક્ષાબંધન

ભાઈના લાંબા આયુષ્ય માટે રક્ષાબંધન પર્વની ઉજવણી

સમગ્ર દેશમાં ભાઈ-બહેનના અતૂટ બંધનનો તહેવાર ગણાતા રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામની બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે એક દિવસ પહેલા રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે. 200 વર્ષ અગાઉ ગામમાં આવેલી ભયંકર બીમારીના કારણે ગામલોકોએ રક્ષાબંધન પર્વ ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ પરંપરા આજે પણ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં બહેનો નિભાવી રહી છે.

આ પણ વાંચો- જૂનાગઢમાં પૂજન બાદ બ્રાહ્મણોએ ધારણ કરી નવી જનોઇ

આજે પણ બહેનો રક્ષાબંધનના એક દિવસ પહેલા ભાઇને બાંધે છે રાખડી

આમ તો સામાન્ય રીતે તમામ લોકો રક્ષાબંધનના દિવસે જ પોતાના ભાઈના આયુષ્ય માટે રાખડી બાંધતી હોય છે, પરંતુ આજે પણ 200 વર્ષથી ચડોતર ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.