અરવલ્લીમાં 4 દિવસ પહેલા થયેલો ભેદી ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનું સામે આવ્યું, યુવકે 6 મહિનાથી ઘરમાં રાખ્યો હતો ગ્રેનેડ

author img

By

Published : Sep 1, 2021, 2:03 PM IST

અરવલ્લીમાં 4 દિવસ પહેલા થયેલો ભેદી ધડાકો હેન્ડ ગ્રેનેડથી થયો હોવાનું સામે આવ્યું, યુવકે 6 મહિનાથી ઘરમાં રાખ્યો હતો ગ્રેનેડ

અરવલ્લી જિલ્લામાં શામળાજીના ગોઢફુલ્લામાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ બ્લાસ્ટ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેન્ડથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવકને 6 મહિના પહેલા તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારથી તેણે આ ગ્રેનેડ ઘરમાં જ રાખ્યો હતો. જોકે, 28 ઓગસ્ટે આ ગ્રેનેડ ખોલતા ઘરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં તેનું અને 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • અરવલ્લીમાં શામળાજીના ગોઢફુલ્લામાં 4 દિવસ અગાઉ થયેલા બ્લાસ્ટમાં ચોંકાવનારો ખુલાસો
  • ગોઢફુલ્લામાં થયેલો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો
  • ફોરેંસિન્ક તપાસમાં હેન્ડ ગ્રેનેડના મળ્યા પુરાવા
  • મૃતક યુવકને 6 મહિના પહેલા તળાવમાંથી મળ્યો હતો હેન્ડ ગ્રેનેડ
  • મૃતક યુવાનના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ આવ્યા સામે
  • શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન?
  • 6 મહિના પહેલાં મૃતક અને અન્ય યુવકને મળ્યો હતો ગ્રેનેડ
  • 28 ઓગસ્ટે સાંણસી વડે ગ્રેનેડની પિન કાઢતા થયો હતો બ્લાસ્ટ

અરવલ્લીઃ જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. ત્યારે બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 2 બાળકી સહિત એક મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે આ બ્લાસ્ટ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો- શામળાજીમાં ભેદી બ્લાસ્ટ થતા એકનું મોત, બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ

યુવકે 6 મહિના પહેલો હેન્ડ ગ્રેનેડ પોતાની પાસે જ રાખ્યો હતો

આ અંગે મળતી માહિતી અનુસાર, શામળાજીના ગોઢફુલ્લામાં 4 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો, જે હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો છે. આ યુવકને 6 મહિના પહેલા એક તળાવમાંથી હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. ત્યારથી તેણે આ ગ્રેનેડને પોતાની પાસે રાખ્યો હતો. જોકે, 28 ઓગસ્ટે સાંણસીથી આ ગ્રેનેડની પીન ખોલવા જતા બ્લાસ્ટ થયો હતો, જેના કારણે રમેશ લાલજી ફણેજા (હેન્ડ ગ્રેનેડની પીન ખોલનાર યુવક) અને 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. જ્યારે 2 બાળકીને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત 11 વર્ષની બાળકી અને તેની માતા જીવીત છે. મૃતક યુવકે તો હેન્ડ ગ્રેનેડને કમરમાં બાંધીને ફોટો પણ પડાવ્યો હતો. આ સાથે જ મૃતક યુવકનો રાઈફલ સાથે પણ ફોટો જોવા મળ્યો છે.

ગોઢફુલ્લામાં થયેલો બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હોવાનો ખુલાસો થયો

આ પણ વાંચો- વલસાડ: સરીગામ GIDCની સર્વાઈવલ ટેક્નોલોજીઝમાં બ્લાસ્ટ, 1નું મોત, 2 કામદારો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા

ટ્રાઈબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે પોલીસ માટે મોટો પ્રશ્ન

ગોઢફુલ્લામાં ટ્રાઈબલ વિસ્તારમાં બ્લાસ્ટ થઈ હોવાની જાણ થતા અરવલલ્લી એસ.ઓ.જી પોલીસને હેન્ડગ્રેનેડથી બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે બ્લાસ્ટ સાઈડ પરથી લેવામાં આવેલા અવશેષોની, ફોરેન્સિક તપાસમાં કરવામાં આવતા હેન્ડ ગ્રેનેડ હોવાના પુરાવા મળ્યા છે. અત્યારે પોલીસ માટે શામળાજી ટ્રાયબલ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકે છેલ્લા 6 માસથી ઘરમાં હેન્ડ ગ્રેનેડ મુકી રાખ્યો હતો. 28 ઓગસ્ટે સાંણસી વડે ગ્રેનેડની પીન કાઢતા બ્લાસ્ટ થયો હતો. ચાર દિવસ અગાઉ થયેલા બ્લાસ્ટમાં યુવક અને તેની 4 વર્ષની દિકરીનું મોત થયું હતું .
આ પણ વાંચો-

પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો

પોલીસ તપાસમાં મૃતક યુવકને તળાવમાંથી ગ્રેનેડ મળ્યો હોવાનું બહાર આવ્યું છે. યુવકના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ આવ્યા સામે આવ્યા છે. યુવકે કમરના ભાગે હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસે મૃતક યુવક અને અન્ય એક વ્યક્તિ સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.