ગટરનું કામ અટકાવયું, મોડાસાના વૉર્ડ નં-5ના રહિશોએ આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી

author img

By

Published : Jan 31, 2021, 4:01 PM IST

ગટરની સમસ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 138 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિર્માણ થઇ રહ્યુ છે. ત્યારે વિકાસના કામમાં રાજકારણ આડે આવી રહ્યુ છે. કેટલાક રાજકીય નેતાઓના ઇશારે નગરપાલિકાના વૉર્ડ નંબર 5માં ચાલી રહેલા ભૂગર્ભ ગટરનું કામ અટકાવવામાં આવતા રહિશોમાં રોષ ફેલાયો છે. જે કારણે રહિશો દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

  • મોડાસાના વૉર્ડ નંબર 5માં વિકાસ પર રાજકારણ હાવી થયુ
  • વૉર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટરનું કામ અટકાવવામાં આવ્યું
  • વોર્ડ નંબર 5ના રહિશોએ વોટિંગ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી

અરવલ્લી : જિલ્લાના મોડાસાના વોર્ડ નંબર 5માં ભૂગર્ભ ગટરનું કામ બંધ થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. આ વિસ્તારમાં દર વર્ષ ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા હોવાથી ગત ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાની માગ હતી. ગત શનિવારના રોજ ગટરનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. તેવામાં એક રાજકીય નેતાએ આવીને સ્થળ પર હાજર સુપરવાઇઝરને કામ બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો, તેવા આક્ષેપ આ વિસ્તારના રહિશો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ગટરની સમસ્યા
ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં તો વોટિંગ પણ નહીં

બ્રેકર ખરાબ થઇ ગયુ છે : સુપરવાઇઝર

આ આદેશના પગલે તાત્કાલિક કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. આ કામના સુપરવાઇઝર સાથે ટેલીફોનિક વાત કરતા જણાવા મળ્યુ છે કે, બ્રેકર ખરાબ થઇ ગયુ છે. હવે પ્રશ્ન એ થાય છે કે, રૂપિયા 138 કરોડનું કામ હાથ પર લીધું છે, તેમ છતા કંપની પાસે સ્પેર બ્રેકર નથી? કે ફક્ત બહાના છે? આ ઉપરાંત ગટરના કામ માટે રસ્તાની વચ્ચે ખોદકામ કરી છોડી દેતા લોકો મુશ્કેલીઓના સામનો કરી રહ્યા છે.

આ વિસ્તારમાં 200 ઉપરાંત મકાનો આવેલા છે

ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં તો વોટિંગ પણ નહીં

આ વિસ્તારમાં 200 ઉપરાંત મકાનો આવેલા છે અને મુખ્યત્વે ગરીબ વર્ગના લોકો વસે છે. મોડાસાના વૉર્ડ નંબર 5ના રહિશો દ્વારા મોડાસા નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ભૂગર્ભ ગટરનું કામ પુન: શરૂ કરવામાં આવ્યુ નથી.

કામ શરૂ ન થાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી

વૉર્ડ નંબર 5માં સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે, વોર્ડ નંબર 5માં વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા છે, ત્યારે ભૂગર્ભ ગટરનું કામ સત્વરે પુન: શરૂ કરવામાં આવે અન્યથા આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.