મોડાસામાં કોરોના ગાઇડલાઇન્સ સાથે મોહરમની ઉજવણી

author img

By

Published : Aug 20, 2021, 4:31 PM IST

મોડાસામાં કોરોના ગાઇડલાઇન્સ સાથે મોહરમ ઉજવણી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં મુસ્લિમોના પવિત્ર માતમના પર્વ મહોરમની ઉજવણી કરવામાં આવી રહી છે. હજરત ઇમામ હુસેન અને તેમના 72 જાંબાઝ સાથીદારોએ અસત્ય સામે સત્યની લડાઈ લડીને વહોરેલી શહાદતની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઈને એક જ તાજીયા સ્થળે રાખવામાં આવ્યા હતા. મહોરમના પર્વમાં કોમી એકતાનો પણ એક અનોખો સંદેશો જોવા મળે છે.

  • કોરોનાની ગાઇડલાઇન મુજબ તાજીયાનું જુલૂસ આ વખતે રદ કરાયું
  • જાયરીનની જીયારાત માટે તાજીયા એક જ સ્થળે રાખવામાં આવ્યા
  • હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની મિસાલ આપવામાં આવી

મોડાસા : ઇસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમ માસની દસમી તારીખે કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક મનાવવામાં આવે છે. આ દિવસે લોકો તાજીયાની જિયારત કરી મન્નત રાખે છે. સામાન્ય સંજોગોમાં મોડાસામાં તાજીયા ચોક્કસ રૂટ પર જિયારત માટે કાઢવામાં આવે છે, પરંતુ કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વખતે એક જ સ્થળે રાખવામાં આવ્યા હતા.

મોડાસામાં કોરોના ગાઇડલાઇન્સ સાથે મોહરમ ઉજવણી

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તાજીયામાં જિયારત

મોહરમના દિવસે કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો ઉપવાસ રાખે છે, કરબલામાં અધર્મ સામે લડતા લડતા શહીદ થયેલા શહીદો પાણી માટે તરસ્યા હતા, જેની સ્મૃતિમાં કેટલાક લોકો ઠંડુ પાણી, શરબત, દૂધની વાનગી બનાવીને દાન કરી પુણ્ય કરે છે, તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે. જો કે કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને તાજીયાનું જુલુસ આ વખતે રદ કરવામાં આવ્યું છે. જાયરીનની જિયારત માટે તાજીયા એક જ સ્થળે રાખવામાં આવ્યા છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સાથે શ્રદ્ધાળુઓએ જિયારત કરી હતી.

મોડાસામાં કોરોના ગાઇડલાઇન્સ સાથે મોહરમ ઉજવણી
મોડાસામાં કોરોના ગાઇડલાઇન્સ સાથે મોહરમ ઉજવણી

મુસ્લિમ-હિન્દુ કોમી એકતાનો સંદેશો

મોડાસા નગરમાં વર્ષોથી મોહરમના દિવસે કલાત્મક ઝરીથી તાજીયા બનાવવામાં આવે છે. નગરના કસ્બા વિસ્તારમાં મોહરમના બે અઠવાડિયા અગાઉથી તાજીયાની તૈયારીઓ કરવામાં આવે છે. મુસ્લિમોની સાથે હિન્દુઓ પણ તાજીયામાં પોતાની માનતા ચડાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.