ઠંડીમાં ઠૂંઠવાતાં 50થી વધુ બાળકોને પોલીસ કર્મીએ સ્વેટરનું વિતરણ કરી હૂંફ આપી

author img

By

Published : Dec 27, 2022, 7:37 PM IST

ઠંડીમાં ઠૂંઠવાતાં 50થી વધુ બાળકોને પોલીસ કર્મીએ સ્વેટરનું વિતરણ કરી હૂંફ આપી

મોડાસામાં ઠંડીમાં ઠુંઠવાતાં 50થી વધુ બાળકોને પોલીસ કર્મીએ (policeman distributed sweaters in Modasa) સ્વેટરનું વિતરણ કર્યું હતું. ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં રહેતા ઠંડીમાં હેરાન થતા જોઇ અરવલ્લી પોલીસ સ્ટેશનમાં(Aravalli Police Station) ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડએ(Modasa Police personnel distributed sweaters) 50થી વધુ બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું.

મોડાસા તમે કદાચ મોટા ભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા હશે. પરંતુ અરવલ્લીમાં પોલીસ ગરીબ (policeman distributed sweaters in Modasa) પરિવારો માટે દેવ બનીને આવી છે. કેમકે હાલ ખૂબ જ ઠંડી પડી રહી છે. જેના કારણે ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં રહેતા ઠંડીમાં હેરાન થતા જોઇ અરવલ્લી પોલીસ સ્ટેશનમાં(Aravalli Police Station) ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડ વારે આવ્યા છે.

6 વર્ષથી લોકોની મદદ મોડાસા શહેર(Modasa Police personnel distributed sweaters) સહીત જિલ્લામાં લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ અનુભવી રહ્યા છે. મોડાસા શહેરના ફૂટપાથ અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો અને તેમના બાળકોની ચિંતા ખાખીમાં રહેલા પોલીસકર્મીએ કરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં (Policemen of Modasa distributing sweaters to poor) ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડ નામના પોલીસકર્મી છેલ્લા 6 વર્ષથી તેમના ફરજના વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ બાળકો અને પરીવારને ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરની વીતરણ કરી હૂંફ આપી રહ્યા છે.

આ પણ વાંચો દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો વેચનાર સુરતમાં જરૂરિયાતમંદોને કરી રહ્યો છે મદદ

ખાખીની પાછળ માનવતા હાલ ગાત્રો થીજવતી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે રસ્તા પરના ગરીબ બાળકો કપડા વિના જોઇ ઘણા લોકોને દયાભાવ રાખી ગરમ કપડાનું વિતરણ કરે છે. સેવાકીય સંસ્થાઓ સાથે સાથે કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે. તેવી પ્રતીતિ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી કરાવી હતી. મોડાસાના લીંભોઇ ગામના અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશન રાઠોડ નામના પોલીસકર્મીનું 6 વર્ષ અગાઉ ફરજ પર હતા. ત્યારે ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠૂંઠવાતાં ગરીબ બાળકોને જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું. અને જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને બીજા દિવસે સ્વેટર વિતરણ કરી કર્યુ હતું.

પગારમાંથી બચત પોલીસકર્મી તેમના પગારમાંથી બચત કરી બાળકોને સ્વેટર આપે છે ત્યારબાદ છેલ્લા ૬ વર્ષથી પોલીસકર્મી તેમના પગારમાંથી બચત કરી ફરજના સ્થળ પર અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને સ્વેટરનું વિતરણ કરે છે. પોલીસકર્મીના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે. ખાખી પર અવારનવાર દાગ લાગતા રહે છે. અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો પર રોજબરોજ થાય છે. સામાન્ય માણસ પોલીસથી દુર રહેવાનું પસંદ કરે છે ત્યારે કિશન રાઠોડ જેવા પોલીસ કર્મીઓ સેવાની ધૂણી ધખાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.