મોડાસા પાલિકાની સામાન્ય સભાનું રેકોર્ડિંગ કરવાની માગણી કરતાં MIM Corporator

author img

By

Published : Sep 29, 2021, 5:13 PM IST

મોડાસા પાલિકાની સામાન્ય સભાનું રેકોર્ડિંગ કરવાની માગણી કરતાં MIM Corporator

મોડાસા નગરપાલિકામાં પેટાચૂંટણી પછી સામાન્ય સભા (Modasa Municipal General Meeting) યોજાવાની છે. ત્યારે એમઆઈએમના કોર્પોરેટરોએ (MIM corporator) સભાનું સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ કરવાની માગ કરી છે. કોર્પોરેટરોના જણાવ્યા અનુસાર સભાનું રેકોર્ડિંગ થાય તો સભા સમયે લોક ઉપયોગી પ્રશ્નો અંગે જનતામાં જાગૃતિ આવશે.

  • મોડાસા નગરપાલિકાની સામાન્ય સભાને લઇ માગણી
  • સામાન્ય સભાની બેઠકનું વિડીયો રેકોર્ડિંગ કરવા માગણી કરાઈ
  • MIM કોર્પોરેટર બુરહાન ચગને કરી માગણી

    મોડાસાઃ મોડાસા નગરપાલિકામાં દર ત્રણ વર્ષે યોજાતી સામાન્ય સભામાં (Modasa Municipal General Meeting) ઘણા પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. વિરોધ પક્ષ દ્વારા સંચાલન તેમજ અન્ય જાહેર હિતના કેટલાક કામો અંગે પ્રશ્નો તેમાં સૂચન કરવામાં આવે છે. સભા દરમિયાન જે તે ખાતાના અધિકારીઓ પણ ઉપસ્થિત હોય છે. તેથી વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે અને પાલિકા દ્વારા કરવામાં આવતા આયોજનો અંગે સામાન્ય જનતા પણ માહિતગાર થાય તે માટે રેકોર્ડિંગ કરવું જરૂરી છે તેવું MIM કોર્પોરેટર (MIM corporator) ચગને જણાવ્યું હતું.
    સભા સમયે લોક ઉપયોગી પ્રશ્નો અંગે જનતામાં જાગૃતિ માટે રેકોર્ડિંગની માગણી

ચીફ ઓફિસરને પત્ર લખી માગણી કરી

પાલિકા ચીફ ઓફિસર જિગ્નેશ બારોટને લખેલ અરજીમાં કોર્પોરેટર (MIM corporator) બુરહાન ચગને જણાવ્યું છે કે આવનારી એજન્ડાની મિટિંગમાં (Modasa Municipal General Meeting) રેકોર્ડિંગ કરવામાં આવે અને કરેલા વિડિયો રેકોર્ડિંગની સી.ડી. આપવામાં આવે. આવનારી એજન્ડાની મિટિંગમાં ચર્ચાનાં મુદ્દાઓ મોડાસાની પ્રજા માટે ખૂબ જ અગત્યના છે તેમ જનહિત માટે જરૂરી છે અને કેટલાક કર્મચારીઓ સાથેની પ્રશ્નોત્તરીનો રેકોર્ડ જરૂરી છે, જેથી રેકોર્ડિંગ કરવું આવશ્યક છે.

પાલિકા સંચાલન અંગે પારદર્શકતા લાવવાનો હેતુ

નોંધનીય છે કે મોડાસા નગરપાલિકાની સામાન્ય સભાનું (Modasa Municipal General Meeting) ઔપચારિક રેકોર્ડિંગ કરવાની માગ આ પહેલાં કોઈ કોર્પોરેટર કે પક્ષ દ્વારા કરવામાં આવી નથી. તેથી જો રેકોર્ડિંગની પરવાનગી આપવામાં આવે તો પાલિકાના સંચાલન અંગે પારદર્શકતા આવશે તેવું એમઆઈએમના કોર્પોરેટરોનું (MIM corporator) માનવું છે .


આ પણ વાંચોઃ મોડાસામાં સિટી બસ પુન: શરૂ ન થતા લોકોને હાલાકી, પુનઃ શરુ કરવા લોક માગ

આ પણ વાંચોઃ મોડાસામાં બિલ્ડીંગ યુઝ પરમિશન ન ધરાવવા બદલ 72 હોસ્પિટલ્સને નોટિસ ફટકારવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.