ચૂંટણી પ્રક્રિયામાં સરળ બને તે માટે બનાવાયું સખી મંડળ બુથ

author img

By

Published : Dec 5, 2022, 2:36 PM IST

ચૂંટણી પ્રક્રિયામાં સરળ બને તે માટે બનાવાયું સખી મંડળ બુથ

અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સખી મંડળ બુથ (Sakhi Mandal booth in Aravalli) તૈયાર કરવામાં આવ્યું છે. મહિલાઓની કાર્યકુશળતાનો મહત્તમ ઉપયોગ થાય અને ચૂંટણી પ્રક્રિયામાં સહયોગી (second phase polling 2022) બની સરળ બને તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.(Gujarat Assembly Election 2022)

અરવલ્લી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું (Second phase polling in Aravalli) મતદાન શરૂ થઈ ગયું છે. જેને લઈને સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારે અરવલ્લી જિલ્લામાં સખી મંડળ બુથ ખાતે મતદાનની શરૂઆત થઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર મહિલાઓની કાર્યકુશળતાનો મહત્તમ ઉપયોગ થાય અને ચૂંટણી પ્રક્રિયામાં સહયોગી બની સરળ બને તે માટે એકી સખી મંડળ બુથ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. જે પૈકી અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સખી મંડળ બુથ તૈયાર કરવામાં આવ્યું છે. (Second phase polling 2022)

સ્ત્રી પુરુષો બંને મતદાન કરી શકશે સખી મંડળ બુથ પર સ્ત્રી પુરુષો બંને મતદાન કરશે. પરંતુ મતદાન પ્રક્રિયામાં કાર્યરત (Aravalli Assembly Candidate) તમામ કર્મચારીઓ તરીકે મહિલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, પટાવાળા, પોલીસ સ્ટાફ તેમજ ઝોનલથી લઈ તમામ કર્મચારીઓ તરીકે મહિલાઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિકલાંગ સંચાલિત મતદાન મથક પણ તૈયાર કરાયું છે. (Sakhi Mandal booth in Aravalli)

મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ લોકશાહીના પર્વ એવા ચૂંટણી પ્રક્રિયાના સંચાલન માટે દિવ્યાંગ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર જોઈને સામાન્ય મતદારો પણ મતદાન કરવા પ્રેરાશે. લોકશાહીના અવસરે સંપૂર્ણપણે દિવ્યાંગો દ્વારા સંચાલિત આ મતદાન મથકે શારીરિક ક્ષતિઓને અવગણી ફરજ પરના ચૂંટણી સ્ટાફે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. આ ઉપરાંત ચૂંટણીમાં મતદાન મથક માટે વેબકાસ્ટિંગ માટેના કુલ સ્ટાફ 478 જેટલો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આ ચૂંટણીમાં 1062ના પૈકી 50 ટકા એટલે કે 535 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ રહેશે. કુલ સ્ટાફ પૈકી 398 જેટલો મેન પાવર મતદાન મથકો ઉપર આપવામાં આવ્યો છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.