મોડાસામાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થયા વિઘ્નહર્તા

author img

By

Published : Aug 31, 2022, 8:48 PM IST

મોડાસામાં સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થયા વિઘ્નહર્તા

મોડાસાના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણેશજીની મૂર્તિને સુવર્ણ સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. આજે અંદાજે 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી સુવર્ણ સિંહાસન પર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. Ganesh Chaturthi 2022,Siddhi Vinayak Temple, Ganesh idol seated on gold throne

અરવલ્લી જિલ્લાના મોડાસાના ધુણાઈ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં( Siddhi Vinayak temple in Modasa)આજે ગણેશ સ્થાપન (Ganesh Chaturthi 2022)કરવામાં આવ્યું હતું. ભગવાનને લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી સુવર્ણ સિંહાસન પર બિરાજમાન (Ganesha idol on golden throne)કરવામાં આવ્યા છે. ત્યારે ભક્તો દર્શનનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

સુવર્ણ સિંહાસન

સુવર્ણ સિંહાસન પર બિરાજમાન વિઘ્નહર્તા મોડાસા નગરના ડીપ વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન મનોકામના સિદ્ધિ વિનાયક મંદિરમાં( Siddhi Vinayak temple) વિઘ્નહર્તા ભગવાન ગણપતિ દાદાની મનોહર મૂર્તિનું સ્થાપન(Ganesh idol)કરવામાં આવ્યું હતું. આજે અંદાજે 30 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કિંમતી સુવર્ણ સિંહાસન પર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો નાળિયેર અને માટીના સંગમથી બની રહી છે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ, દિવ્યાંગો આપી રહ્યા છે ફાળો

ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી મંદિરના ટ્રસ્ટીઓ તેમજ શ્રદ્ધાળુઓમાં ભગવાન ગણપતિ દાદાને સુવર્ણ સિંહાસન ઉપર બિરાજેલ જોવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરમાં આવેલ દાન તેમજ લોક ફાળાથી સિંહાસન તૈયાર કરવામાં આવ્યુ છે. આજે ગણેશ ચતુર્થી નિમિતે મંદિર સહિત પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. વહેલી સવાર થી જ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો કરો એવા ગણપતિ મંદિરના દર્શન જ્યાં એક પણ દાનપેટી નથી

મંદિરનો પરિચય મોડાસાના ધુણાઇ રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં લોકોની આસ્થા છે. અંદાજે 300 વર્ષ આ મંદિર પૌરાણિક માનવામાં આવે છે. વર્ષો પહેલા મંદિર એક નાની ડેરી સમાન હતું. ત્યારબાદ લોકોની આસ્થા વધતા દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો અને ધીરે ધીરે મંદિરને વિકસાવવામાં આવ્યું છે. દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.