અરવલ્લી જિલ્લાના બાયડની કેનાલમાં ડુબી જવાથી 2ના મોત ‌

author img

By

Published : May 28, 2021, 2:24 PM IST

અરવલ્લી જિલ્લાના બાયડની કેનાલમાં ડુબી જવાથી 2ના મોત ‌

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ફતાજી મુવાડા ગામે એક સગીર અને એક યુવાન સુજલામ સુફલામ કેનાલમાં નાહવા પડયા હતા. તે દરમિયાન ડુબી જતા મોત થયુ હતું. એક ગામના બે વ્યક્તિઓના મોત થતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

  • પાણી વધી જતા બન્ને યુવાનો પાણીના વહેણમાં તણાઇ ગયા
  • એક જ ગામના બે યુવાનોનું અકાળે મૃત્યુ થતા ગામમાં ગમગીની છવાઇ હતી
  • કોઇ વ્યક્તિએ બન્ને યુવકોને ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ તરફ જતા જોયા હતા

અરવલ્લીઃ બાયડ તાલુકાના ફતાજી મુવાડા ગામમાં બુધવારના રોજ 15 વર્ષિય સગીર, જગદીશ અરવિંદભાઇ ઝાલા અને 18 વર્ષિય રોહીત વિજયભાઇ ઝાલા ગુમ થતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી.

આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેકડેમમાં ડૂબી જવાથી મોત

કેનાલમાં ગામ લોકો અને પોલીસે શોધખોળની કામગીરી હાથ ધરી હતી

આ દરમિયાન બન્ને યુવકોને ગામના કોઇ વ્યક્તિએ ગામ નજીકથી પસાર થતી સુજલામ સુફલામ તરફ જતા જોયા હતા. આ બન્ને યુવકો કેનાલમાં નાહ્યા પડ્યા હશે, તેવુ અનુમાન લગાવી કેનાલમાં ગામ લોકો અને પોલીસે શોધખોળની કામગીરી હાથ ધરી હતી.

24 કલાક બાદ બન્નેના મૃતદેહ કેનાલમાંથી શોધી કઢાયા

ગામના લોકો અને પોલીસે અંતે 24 કલાક બાદ બન્નેના મૃતદેહ કેનાલમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, પાણી વધી જતા બન્ને પાણીના વહેણમાં તણાઇ ગયા હશે.

આ પણ વાંચોઃ ભચાઉના શિકારપુર ગામ નજીક ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત નીપજ્યા

બન્ને મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યા

આ સમગ્ર ઘટનાની જાણ થતા બાયડ અને બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બન્ને મૃતદેહોનો કબ્જો લઇ પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યા હતા. એક જ ગામના બે યુવાનોનું અકાળે મૃત્યુ થતા ગામમાં ગમગીની છવાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.