અરવલ્લી પોલીસની કમાલ, ફક્ત હ્યુમન રીસોર્સની મદદથી 101 વોન્ટેડ અરોપીઓ ઝડપ્યા

author img

By

Published : Nov 25, 2021, 8:12 PM IST

અરવલ્લી પોલીસની કમાલ, ફક્ત હ્યુમન રીસોર્સની મદદથી 101 વોન્ટેડ અરોપીઓ ઝડપ્યા

અરવલ્લી (arvalli) જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ (parole furlough squad)ની ટીમે સમગ્ર ઉત્તર ગુજરાત (north gujarat)માં એક જ વર્ષમાં 100 કરતા વધારે આરોપીઓને ઝડપી પાડવાની ઉમદા કામગીરી કરી છે. અરવલ્લી જિલ્લા પોલીસ (aravalli district police) દ્વારા રેંજ IG અભય ચુડાસમા (range ig abhay chudasama)ની દેખરેખ હેઠળ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત (district police chief sanjay kharat)ના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર સિદ્વિ મેળવી છે.

  • અરવલ્લી પોલીસે 101 આરોપી ઝડપ્યા, 405 ગુનાઓનો નિકાલ લાવ્યો
  • બીજુડા ગેંગ, ફ્રેક્ચર ગંગ અને કલાસવા ગેંગના આરોપીઓને ઝડપ્યા
  • વોન્ટેડ આરોપીઓને ઝડપવા પેરોલની ટીમે 61 જેટલા કેમ્પ યોજ્યા હતા

મોડાસા: અરવલ્લી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ (aravalli district parole furlough squad)ની ટીમે છેલ્લા એક વર્ષમાં 101 વોન્ટેડ આરોપીઓને ઝડ્પ્યા છે અને 405 જેટલા ગુનાઓનો સાગમટે નિકાલ કર્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાત (north gujarat)માં એક જ વર્ષમાં 100 કરતા વધારે આરોપીઓને ઝડપી પાડવાની ઉમદા કામગીરી કરી છે. પોલીસે ઝબ્બે કરેલા આરોપીઓ (accused)માં બીજૂડા ગેંગ (bijuda gang), ફ્રેક્ચર ગેંગ (fracture gang), તેમજ કલાસવા ગેંગ (kalasva gang)નો સમાવે થાય છે.

અરવલ્લી જિલ્લા પોલીસની નોંધપાત્ર સિદ્ધિ

ઘણી વખત જેલમાંથી પેરોલ પર છૂટેલા કેદીઓ (prisoners released on parole ) પાછા જેલમાં પરત ફરતા નથી, ત્યારે તેમને શોધી કાઢી જેલ હવાલે કરવા એક ખુબ કઠીન કાર્ય છે. આવા અરોપીઓને ઝડપવા માટે પોલીસને ખુબ જ યોજનાપુર્વકની કાર્યવાહી (planned action) કરવી પડતી હોય છે. કેટલીક વખતે બાતમીઓ (Intelligence) પણ ખોટી પુરવાર થાય છે, ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રેંજ IG અભય ચુડાસમા (range ig abhay chudasama)ની દેખરેખ હેઠળ અને જિલ્લા પોલીસ વડા સંજય ખરાત (district police chief sanjay kharat)ના માર્ગદર્શન હેઠળ નોંધપાત્ર સિદ્વિ મેળવી છે.

અરવલ્લી પોલીસની કમાલ, ફક્ત હ્યુમન રીસોર્સની મદદથી 101 વોન્ટેડ અરોપીઓ ઝડપ્યા

અરવલ્લી-રાજસ્થાન બોર્ડરના જંગલ વિસ્તારોમાંથી 80 આરોપીઓને પકડ્યા

અરવલ્લીની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ (parole furlough squad)ની ટીમે છેલ્લા એક વર્ષમાં 101 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલ્યા હતા. પોલીસે ઝબ્બે કરેલા આરોપીઓમાં બીજૂડા ગેંગ, ફ્રેક્ચર ગેંગ, તેમજ કલાસવા ગેંગ છે. આ માટે અરવલ્લી પેરોલની ટીમે 61 જેટલા કેમ્પ યોજ્યા હતા અને 80થી વધુ આરોપીઓને અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર (aravalli hills rajasthan border)ના જંગલ વિસ્તારોમાંથી ઝડપ્યા હતા.

વેરાન વિસ્તારોમાંથી આરોપીઓને પકડવામાં સફળતા મળી

અરવલ્લીની ગિરિમાળાઓના વિસ્તાર ખુબ જ ગીચ છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી. આવા વિસ્તારોમાંથી આરોપીને પકડવા કપરા ચઢાણ ચઢવા બરાબર છે, છતાં હ્યુમન રીસોર્સની મદદથી દૂર દૂર સુધી પહાડો ખૂંદી વેરાન વિસ્તારોમાંથી આરોપીને પકડવામાં અરવલ્લીની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને સફળતા મળી છે.

આ પણ વાંચો: Vadodara Rape Case : પીડિતાની સાઇકલને 25 દિવસ પછી શોધી કાઢવામાં રેલવે એલસીબીની ટીમને સફળતા મળી

આ પણ વાંચો: મિત્રોના કારણે હેલિકોપ્ટર પર સવાર થઈ વરરાજા જાન લઈને પહોંચ્યા, જૂઓ વિડીઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.