અરવલ્લી પોલીસે આંતરરાજ્ય સરહદ પરથી પીધેલાને પકડી પાડ્યા

author img

By

Published : Jan 1, 2023, 4:27 PM IST

અરવલ્લી પોલીસે આંતરરાજ્ય સરહદ પરથી પીધેલાને પકડી પાડ્યા

પાર્ટી કરવા માટે રાજસ્થાન ગયેલા ગુજરાતીઓને પોલીસ (aravalli district police) ચેકિંગનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને (rajasthan Gujarat inter state border) રાજસ્થાન ગુજરાત આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ માટેની વિશેષ ટીમ ફાળવી દેવામાં આવતા નવા વર્ષની આગલી રાત્રે અનેક પીધેલાઓની પોલીસે કાયદાની ભાષામાં વેલકમ કર્યું હતું. અરવલ્લી પોલીસે દારૂ પીને ગુજરાતમાં આવતા લોકોને પકડી પાડ્યા હતા.

શામળાજી: ગુજરાતમાં દારૂબંધી હોવાથી નવા વર્ષ ની ઉજવણી કરવા માટે રાજ્યમાંથી કેટલાય લોકો રાજસ્થાન જાય છે. રાજસ્થાન સરહદ પર આવેલા અરવલ્લીના શામળાજીમાં નવા વર્ષ ની ઉજવણી કરીને દારૂ પીધેલ હાલતમાં આવતા અનેક લોકોને અરવલ્લી પોલીસે પકડી પાડ્યા છે. દારૂડિયાઓને પકડવા માટે પોલીસ ફૉર્સને આંતરરાજ્ય સીમા પર તૈનાત કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીમાં મદિરાપાનના શોખીન લોકો માટે રાજસ્થાન રાજ્ય હોટ સ્પોટ ગણાય છે. રાજસ્થાન બોર્ડર પર પ્રવેશતાની સાથે જ ઠેર ઠેર બીયર બાર જોવા મળે છે.

આ પણ વાંચો: મેગાસિટીમાં યુવાનોના પરસેવા છૂટ્યા, 31stને લઈને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે પોલીસ મેદાને

બારમાં ગુજરાતીઓ: જેમાં મોટાભાગ ગુજરાત રાજ્યના લોકો જોવા મળે છે. અરવલ્લી જિલ્લામાં નવા વર્ષને લઇને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂડિયાઓને પકડવા માટે પોલીસ ફૉર્સને આંતરરાજ્ય સીમા પર તૈનાત કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી કરીને ગુજરાતમાં આવતા જ અરવલ્લી જિલ્લા પોલીસ તેમના સ્વાગત માટે તૈયાર હતી. 18 જેટલા પીધેલા ટલ્લી થયેલાને ઝડપી શામળાજી પૉલિસ મથકે લઇ જવાયા હતા. નવા વર્ષની ઉજવણી કરવા હજારો લોકો રાજસ્થાન જાય છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફ નવા વર્ષની ઉજવણી કરવા માટે થનગનાટ હતા. હોંશભેર રાજસ્થાન તરફ દોટ મુકી હતી. ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને યુવાનોથી ભરેલા વાહનો તેમજ પરિવાર સાથે રાજસ્થાનથી પરત આવેતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.