રખડતા ઢોરની કાર્યવાહી સામે માલધારી સમાજની મહિલાઓએ ગજવી નગરપાલીકા

author img

By

Published : Sep 3, 2022, 1:39 PM IST

રખડતા ઢોરની કાર્યવાહી સામે માલધારી મહિલાઓ ગજવી નગરપાલીકા

આણંદ નગરપાલિકા બહાર ગાયો પકડવાની કામગીરીને (Anand Municipality action stray cattle) લઈને પશુપાલકોનો હોબાળો મચાવ્યો હતો. પશુપાલક મહિલાઓએ દ્વારા વડવાળાના ગીત ગાતાં ગાતાં નોંધાવ્યો વિરોધ હતો. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ. Women protest in Anand Municipality, stray cattle Law

આણંદ રાજ્યમાં રખડતા ઢોરોએ રસ્તાઓ આતંક મચાવ્યો છે, જેમાં અનેક પરિવારો પોતાના સ્વજન પણ ગુમાવ્યા છે, રસ્તે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા સરકાર દ્વારા કાયદા લાવી કરવામાં આવેલા પ્રયત્નો પણ નિષ્ફળ ગયો હતો. ત્યારે હાલમાં જ સરકારને મળેલી હાઇકોર્ટની ટકોર બાદ તંત્ર દોડતું બન્યું હતું અને રખડતા ઢોરોને શહેરના માર્ગ પર રાહદારીઓ સામે જોખમ ઉભું કરતા હોય તેમને પાંજરે પુરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવા માટે કાર્યવાહી કરતા માલધારી સમાજના પશુપાલન કરતા પશુપાલક મહિલાઓ દ્વારા નગરપાલિકામાં હોબાળો (protests of Anand Municipality) કરવામાં આવ્યો હતો.

માલધારી મહિલાઓ
માલધારી મહિલાઓ

અડિંગો જમાવી બેસેલી ગાયોને પાંજરે પૂરી મળતી માહિતી મુજબ આણંદ નગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ઢોરોએ રાહદારીઓ અને સાધનો લઈને પસાર થતાં નાગરિકો માટે એક મુખ્ય સમસ્યા બની ગઈ હતી. જેના પર અંકુશ લાવવા નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રખડતા ઢોરોને (Anand Municipality action stray cattle) પાંજરે પુરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજે 40 જેટલા ઢોરોને પાંજરે પૂર્યો હતા. નગરપાલિકાની કામગીરી સામે ઘણા કિસ્સામાં પશુપાલકો સાથે ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઉભી થતી હતી. જેને લઇને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના જવાનોને સાથે રાખી ગણેશ ચોકડી પાસેથી રસ્તા પર અડિંગો જમાવી બેસેલી ગાયોને પાંજરે પૂરી હતી.

વિરોધ પ્રદર્શન ગાયો પકડવાની કામગીરી ના વિરોધમાં માલધારી સમાજની (stray cattle protests in Maldhari) ઘણી મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતાં સરદારબાગ ચોકીના પોલીસ જવાનો સહિત આણંદ ટાઉન પોલીસ મહિલા પોલીસ સાથે રાખી નગરપાલિકા દોડી આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા પશુપાલકો દ્વારા નગરપાલિકા પરિસરને ગુંજવી (stray cattle roads in Anand) નાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ડીસામાં રખડતા ઢોરની સમસ્યા યથાવત

ઢોરોને છોડવા પર 2500 દંડ શહેરના ઘણા નાગરિકો તાજેતરમાં ભોગ બનેલા હોયને આ સમસ્યા પર નિયંત્રણ લાવવા માટે નગરપાલિકાએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી જપ્ત કરેલા રખડતા ઢોરોને છોડવા પર 2500 રૂપિયાનો દંડ વસૂલવા માટે ઠરાવ કર્યો હતો. શહેરના નાગરિકો અને સામાન્ય પ્રજા જે રસ્તે રઝળતા ઢોરનો કોઈ ને કોઈ રીતે ભોગ બને છે. તેમણે નગરપાલિકાના આ નિર્ણયને વધાવ્યો હતો, પરંતુ પશુપાલન કરતા પશુપાલક માટે આ દંડની રકમ ખૂબ આકરી સાબિત થતી હોય તેવી, રજૂઆત વિરોધ (Women protest in Anand Municipality) નોંધાવવા પહોંચેલી મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી.

માલધારી મહિલાઓ
માલધારી મહિલાઓ

માંગણીઓ પૂરી કરવા અપીલ મહિલાઓ દ્વારા ભારે હોબાળો મચાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે, નગરપાલિકા દંડની રકમ ઓછી કરે અને પશુઓ માટે યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપે. પરિસ્થિતિ જોતા સચિન પટેલ દ્વારા માલધારી મહિલાઓને આશ્વાસન આપી વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો. તેમજ તેમના પશુધનને જાહેર રસ્તાઓ પર ખુલ્લા રખડતાના મૂકવા (Torture of stray cattle in Gujarat) અપીલ કરી હતી. સાથે મહિલાઓ દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરી માંગણીઓ પૂરી કરવા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો જાહેર રોડ પર ઘાસના વેચાણ સામે ઝુંબેશ, અમદાવાદ ટ્રાફિક પોલીસે 7 દિવસમાં 116 કેસ કર્યા

નગરપાલિકા પર સવાલોનો મારો મહત્વનું છે કે, હાલમાં આણંદ શહેરમાં એક મહિલાને રખડતી ગાય દ્વારા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તો અન્ય એક નાગરિકે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. એક કિસ્સામાં 100 ફૂટ રોડ પર એક યુવાનને અડફેટે લઈને ત્રણ નાગરિકો ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના પણ બની હતી. તો શહેરના મંગળપુરા વિસ્તારમાં પણ એક ગાય દ્વારા ધમાલ મચાવી ઘણું તોફાન કરવામાં આવ્યું હતું. તેના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, ત્યારે નગરપાલિકા પર સતત ઉઠતા સવાલો વચ્ચે આણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે પશુપાલકોનો આજનો વિરોધ કેટલો યોગ તેના પર મોટા સવાલો ઊભા થાય છે. stray cattle Law

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.