કેન્દ્રિયપ્રધાન પુરષોત્તમ રૂપાલા NDDBની મુલાકાતે, ડિજિટલ એપ્લિકેશન કરી લોન્ચ

author img

By

Published : Aug 29, 2021, 2:24 PM IST

કેન્દ્રિયપ્રધાન પુરષોત્તમ રૂપાલા

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતના કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ NDDB દ્વારા વિકસાવવામાં આવેલી ઈ-ગોપાલા એપ્લિકેશનની વેબ આવૃત્તિ અને I-MAP વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું.

  • પશુપાલકો માટે બે એપ્લિકેશનનું કર્યું વિમોચન
  • પશુપાલકોને આધુનિક વિજ્ઞાનનો બહોળો ઉપયોગ કરવા કરી અપીલ
  • એપ્લિકેશન થકી પશુપાલકો માટે આવનારો સમય વધુ સરળ બનાવશે: રૂપાલા

આણંદ- કેન્દ્રીયપ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન મીનેશ શાહની હાજરીમાં 28 ઓગસ્ટ 2021ના રોજ NDDB દ્વારા વિકસાવવામાં આવેલી ઇ-ગોપાલા એપ્લિકેશનની વેબ આવૃત્તિ તથા IMAP વેબપોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીયપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલી ઇ-ગોપાલા દૂધાળા પશુઓની વધુ સારી ઉત્પાદકતા માટે પશુપાલકોને real-time માહિતી પૂરી પાડે છે.

કેન્દ્રિયપ્રધાન પુરષોત્તમ રૂપાલા

આ પણ વાંચો- ખંભાતમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

દૂધાળા પશુઓની ઉપજ વધારવાથી પશુપાલકોની આવકમાં આપોઆપ વધારો થશે

પુરૂષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા એનડીડીબી દૂધ ઉત્પાદકો માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ ખેડૂતોની આવક બમણી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધાળા પશુઓની ઉપજ વધારવાથી પશુપાલકોની આવકમાં આપોઆપ વધારો થશે. રૂપાલાએ કોરોનામાં લાભદાયક કોવેક્સિન રસીના ઉત્પાદન પ્રક્રિયામાં NDDBની સહાય કંપનીની ભૂમિકાને પણ બિરદાવી હતી. તેમણે આ કામગીરીને બિરદાવતા સમગ્ર પ્રક્રિયાને રાષ્ટ્રની એક ઉમદા સેવા હોવાનું જણાવ્યું હતું.

ડેરી બોર્ડની અન્ય નવીન પદ્ધતિઓ અંગે જાણકારી અપાઇ

NDDBના ચેરમેન મીનેશ શાહ પુરુષોત્તમ રૂપાલાને ડેરી સહાયક ચળવળમાં NDDB દ્વારા અમલી નેશનલ ડેરી પ્લાન્ટ ફેઝ 1ની સિદ્ધિઓ, રાષ્ટ્રીય ગોકુલ મિશન પ્રોજેક્ટ, દૂધાળા પશુઓની ઉત્પાદકતામાં વધારો, ઓર્ગેનિક ખાતરનું વ્યવસ્થાપન અને ડેરી સહકારી મંડળીઓ સાથે મધમાખી પાલનના એકીકરણ FPOSની રચના ICT આધારિત માહિતીના નેટવર્કનું નિર્માણ તથા ડેરી બોર્ડની અન્ય નવીન પદ્ધતિઓ અંગે જાણકારી પૂરી પાડી હતી.

કેન્દ્રિયપ્રધાન પુરષોત્તમ રૂપાલા NDDBની મુલાકાતે
કેન્દ્રિયપ્રધાન પુરષોત્તમ રૂપાલા NDDBની મુલાકાતે

આ પણ વાંચો- ભાજપના ઉમેદવાર જીતે અને સામેના પક્ષને ડિપોઝિટ જાય તેવો મત આપજો- પરસોત્તમ રૂપાલા

દૂધ ઉત્પાદકોની આજીવિકા અને સુધારવાના માર્ગો અંગે કરાઇ ચર્ચા

મીનેશ શાહે ડેરી ક્ષેત્રના વિકાસને આગળ વધારવાના અને દૂધ ઉત્પાદકોની આજીવિકા અને સુધારવાના માર્ગો અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. જે બાદ પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, NDDBના પ્રયાસને કારણે દૂધ ઉત્પાદકોમાં અતિઆવશ્યક એવા આત્મવિશ્વાસનો પાછો વધારો થયો છે. જેના કારણે ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતા મૂલ્યમાંથી દૂધ ઉત્પાદકોને મોટો હિસ્સો મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.