સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદારના નામે બાઇક રેલી, એકતાનો આપ્યો સંદેશ

author img

By

Published : Dec 15, 2022, 7:12 PM IST

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સરદારના નામે બાઇક રેલી, એકતાનો આપ્યો સંદેશ

આંણદમાં સરદાર પટેલ યુનિવર્સિટી(Sardar Patel University) અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત સરદાર પટેલની યાદમાં બાઈક રેલી(Bike rally in name of Sardar) કરવામાં આવી હતી. આ આયોજનમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આંણદ સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University) અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં(memory of Sardar Vallabhbhai Patel) સામાજિક એકતા અને જાગૃતિ માટે અસરદાર સરદાર બાઈક રેલીનું(Bike rally in name of Sardar) આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નડિયાદના વાણીયાવડથી નીકળી કરમસદ ખાતે આવેલા સરદાર પટેલના સ્મારક સુધી પહોંચી હતી.

સરદાર બાઈક રેલી નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના પુરુષ કર્મચારીઓએ ડોશીમાંની ડેલી હોટેલથી જ્યારે મહિલા કર્મચારીઓને સંકેત સેલ્સ આણંદથી પોતાના ટુ વ્હીલર સાથે જોડાયા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ બૌદ્ઘિક પ્રમુખ સુનિલભાઈ મહેતા, સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો. નિરંજન પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ (બાપજી), પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ તથા સરદાર પટેલના વારસદાર શ્રેનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્ત્વનું સ્થાન કાર્યક્રમમાં ચરોતરના જાણીતા(writer of Charotar) સાહિત્યકાર ડો. ભારતદાન ગઢવીએ સરદાર વંદના પણ રજૂ કરી હતી. જય વસાવડાએ પોતાની આગવી શૈલીમાં સરદાર પટેલના શાળા શિક્ષણ અને તેમની આગવી સૂઝ બૂઝ વિશે તેમજ નેતૃત્વ શૈલીની વાત કરી હતી. ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ કેવી રીતે કુશળતા દાખવી તેની વાત ઉદાહરણ સહ સૌ સમક્ષ મૂકી હતી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) વિશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ઋણ ચૂકવ્યું છે. વિશ્વમાં, ભારતમાં અને ગુજરાત માટે તે મહત્ત્વનું સ્થાન બન્યું છે. જેમ સરદારે ભારતનો ઈતિહાસ દેશને એકત્ર કરીને બદલ્યો છે, તે જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દરેક સામાન્ય જ્ઞાનના પુસ્તકમાંથી વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનો (Statue of Unity) ઈતિહાસ બદલાયો છે. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. ભાઈલાલ પટેલે કરી હતી.

શૈક્ષણિક કાર્યમાં જોડાવાની ઈચ્છા શ્રેનાબેન પટેલ તે સરદાર વલ્લભભાઈ પટેલના (Sardar Vallabhbhai Patel) ભાઈ કાશીભાઈના દીકરા પશાભાઈની દીકરી ઉર્મિલાબેનના દીકરી છે. તેઓ હાલ મોમ્બાસા સ્થિત છે અને ગયા અઠવાડિયે વિદ્યાનગર આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જાણી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટી સાથે શૈક્ષણિક કાર્યમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.