આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

author img

By

Published : Nov 28, 2022, 3:12 PM IST

આણંદ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આણંદમાં મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાત મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી (voted by postal ballot) મતદાન યોજાયું હતુ. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આણંદ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંતર્ગત આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર આગામી તારીખ 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાત મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી (voted by postal ballot) મતદાન યોજાયું હતુ.

પોસ્ટલ બેલેટથી મતદાન આણંદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ હાઈસ્કુલ ખાતે યોજાયેલા આ પોસ્ટલ બેલેટથી મતદાનમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. આ સાથે જ પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક પી.કે.દીયોરાએ ઉપસ્થિત રહી તેમનો કિંમતી મત આપ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતુ કે, હું દરેક ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરૂં છું, ફરજમાં હોવા છતાં પણ પોસ્ટલ બેલેટથી (Voting by postal ballot) મત આપી મતદાન કરવાનું ચુકતો નથી. અને તેથી જ લોકોને કહું છું કે, આપણે મતદાનના અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.

લોકશાહીનો આત્મા પોલીસ વિભાગની નોકરીમાં જોડાયા બાદ બીજીવાર મતદાન કરી રહેલા બોરસદના યુવા મહિલા કોન્સ્ટેબલ (Young Women Constable of Borsad) શિલ્પા પરમાર જણાવે છે કે, મતદાન મારો હક્ક છે અને એ હું ક્યારેય ચુકીશ નહિં. મતદાન એ લોકશાહીનો આત્મા છે. અને તેથી જ હું મતદાન રૂપી મારી ફરજ અદા કરવા આવી છું. આવી જ કઈંક વાત મત આપવા આવેલા અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સોલંકી કહ્યું કે જ્યારથી મને મતાધિકાર મળ્યો છે ત્યારથી હું ક્યારેય મતદાન કરવાનું ચુક્યો નથી, મેં આજે મારા મતાધિકારનો ઉપયોગ કર્યો તે બદલ મને સંતોષ છે. ઉમરેઠના રહેવાસી અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા 39 વર્ષીય કલ્પેશકુમાર પરમારે જણાવ્યું હતુ કે, હું મારી હોમગાર્ડની ફરજની સાથે ભારતના નાગરિક તરીકેની ફરજ પણ મતદાન કરી અદા કરૂ છું, તો આમ જનતાને મારી અપીલ છે કે દરેક વ્યક્તિએ પણ અચુકપણે મતદાન કરવું જોઇએ.

ગ્રામ રક્ષક દળ પોસ્ટલ બેલેટથી મતદાન (Voting by postal ballot) કરવાની આ પ્રક્રિયામાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા સામરખા ગામના જયશ્રી પટેલ, ચેતનાબેન દરજી અને રેખા પટેલે પણ આજે ઉત્સાહપુર્વક તેમના મતાધિકારનો ઉપયોગ કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓએ મળી પોસ્ટલ બેલેટથી ખુબ જ ઉત્સાહભેર મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.

મતદાર વિભાગ નોંધનીય છે કે, આણંદ જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના 3015 અધિકારી-કર્મચારીઓ પૈકી 2377 અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. સાતેય મતદાર વિભાગના અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન પૈકી ખંભાત મતદાર વિભાગના 549 પૈકી 454, બોરસદ મતદાર વિભાગના 858 પૈકી 688, આંકલાવ મતદાર વિભાગના 228 પૈકી 194, ઉમરેઠ મતદાર વિભાગના 460 પૈકી 360, આંણંદ મતદાર વિભાગના 308 પૈકી 250, પેટલાદ મતદાર વિભાગના 159 પૈકી 126અને સોજીત્રા મતદાર વિભાગના 453 પૈકી 305 અધિકારી-કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.