IRMA અનેક મિનિસ્ટરી ઓફ પંચાયતી રાજ વચ્ચે થયા સમજૂતી કરાર

author img

By

Published : Sep 14, 2022, 4:55 PM IST

IRMA અનેક મિનિસ્ટરી ઓફ પંચાયતી રાજ વચ્ચે થયા સમજૂતી કરાર

આણંદમાં IRMA કેમપ્સની અંદર ગુજરાતની ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા અને ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય વચ્ચે બહુલક્ષી હોલ ખાતે સમજૂતી કરાર (IRMA Signed MoU between MoPR at Multipurpose Hall) થયા હતા. દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના (Panchayati Raj Institutions) મજબૂતીકરણ કરવા દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યના (Long term development goals) સ્થાનિકીકરણ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજનના ક્ષેત્રમાં MoPR અને IRMA દ્વારા સહયોગ કરી શકાશે.

આણંદ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય (Ministry of Panchayati Raj) અને ગુજરાતની ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ ( Institute of Rural Management Anand ) દ્વારા 14 સપ્ટેમ્બર, 2022ના રોજ IRMA કેમ્પસની અંદર બહુલક્ષી હોલ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર (IRMA Signed MoU between MoPR at Multipurpose Hall) કરવામાં આવ્યા હતા.

MoPR અને IRMA સાથે મળીને LSDG સાથે મોડેલ ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP)ના જોડાણની તૈયારીમાં આવતા અંતરાયને દૂર કરવા માટે અને સંભવિત ઉકેલો શોધવા માટે કામ કરશે.

પંચાયતી રાજ સંસ્થાઓના મજબૂતીકરણ આ MoU કરવા પાછળનો મૂળ ઉદ્દેશ, સમગ્ર દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓના મજબૂતીકરણ (Strengthening of Panchayati Raj Institutions) અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવું. એક એવું માળખું સ્થાપિત કરવું કે, જેની અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાઓ (Panchayati Raj Institutions) દ્વારા દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો (Long term development goals)ના સ્થાનિકીકરણ માટે ગ્રામ પંચાયત વિકાસ આયોજનના ક્ષેત્રમાં MoPR અને IRMA દ્વારા સહયોગ કરી શકાશે.

વ્યવસ્થાતંત્ર પૂરું પાડવાની વિભાવના આ MoU બન્ને વચ્ચે ઘનિષ્ઠ સહયોગની સુવિધા પૂરી પાડશે અને એક એવું વ્યવસ્થાતંત્ર પૂરું પાડવાની વિભાવના ધરાવે છે. જેના દ્વારા MoPR અને IRMA સાથે મળીને LSDG સાથે મોડેલ ગ્રામ પંચાયત વિકાસ યોજના (Gram Panchayat Development Scheme)ના જોડાણની તૈયારીમાં આવતા અંતરાયને દૂર કરવા માટે અને સંભવિત ઉકેલો શોધવા માટે કામ કરશે.

આણંદમાં આવેલા IRMA કેમ્પસની અંદર બહુલક્ષી હોલ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આણંદમાં આવેલા IRMA કેમ્પસની અંદર બહુલક્ષી હોલ ખાતે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગ્રામ્ય ફિલ્ડ વર્ક વિભાગનો શ્રેષ્ઠ લાભ આ MoU GPDP સાથે લિંક કરીને LSDGની 9 થીમને પાયાના સ્તરે લાવવા માટે MoPR અને IRMA વચ્ચે સહયોગ વિકસાવવાની વિભાવના કરે છે. આ MoU ગ્રામ્ય ફિલ્ડ વર્ક વિભાગ (Rural Field Work Department)નો શ્રેષ્ઠ લાભ લેવા માગે છે. જે IRMAના વિદ્યાર્થીઓને ગ્રામીણ વ્યવસ્થાપન પ્રવૃત્તિઓની વ્યાપક શ્રેણીમાં સક્રિયપણે સામેલ કરે છે. તેના પરિણામે તેમના શિક્ષણ તેમજ ગ્રામીણ અર્થવ્યવસ્થા, સમાજ, રાજનીતિ અને ગ્રામીણ સમુદાયોની ચિંતાને લગતી બાબતોમાં તેમના એક્સપોઝરનો અવકાશ વધુ વ્યાપક બને છે.

ફીલ્ડ અનુભવના આધારે MoPRને ઇનપુટ ગ્રામ્ય ફિલ્ડવર્ક ઘટક, સહભાગીઓને ગ્રામીણ વાસ્તવિકતાનો પરિચય કરાવે છે, તેમને આ વાસ્તવિકતાનો એક હિસ્સો બનાવે છે. તેમને પોતાના વિગતવાર ગ્રામ્ય વિકાસ અહેવાલો (VDR) તૈયાર કરવામાં મદદ કરે છે. આ MoU અનુસાર, IRMA દ્વારા તેમના વિદ્યાર્થીઓ અને ઈન્ટર્નની મદદથી તેમજ જે પ્રકારે અને જ્યારે LSDG અને અન્ય PRI સંબંધિત બાબતોમાં નીતિવિષયક દરમિયાનગીરી માટે જરૂર હોય ત્યારે ફીલ્ડ અનુભવના આધારે MoPRને ઇનપુટ પૂરું પાડવામાં આવશે.

MoPR અને IRMA વચ્ચેના સહયોગ ગુજરાતમાં IRMA ખાતે MoU પર હસ્તાક્ષર માટે યોજવામાં આવનાર સમારંભના અવસરે, પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનિલ કુમાર મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ (Joint Secretary Ministry of Panchayati Raj) રેખા યાદવ, વિવિધ હિતધારકો સાથે સંકલન પર SDGના સ્થાનિકીકરણ પર વિહંગાવલોકન શેર કર્યું હતું. IRMAના ડાયરેક્ટર ઉમાકાંત દાશ, આ પ્રસંગે MoPR અને IRMA વચ્ચેના સહયોગ વિશે વાત કરી હતી.

IRMAની વ્યૂહરચના રજૂ કરવામાં આવી પંચાયતી રાજ મંત્રાલય (MoPR) અને ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા આણંદ (IRMA) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર સમારંભ દરમિયાન, IRMA ખાતે ગ્રામ્ય ફિલ્ડવર્ક વિભાગના ચેરમેન પ્રો. હિપ્પુ સાલ્ક ક્રિસ્ટ્લે, IRMA ખાતે ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ ચેર, પ્રો. આશિક અગ્રાડે દ્વારા MoPRના યંગ ફેલોને હેન્ડ હોલ્ડિંગ સહકાર અને થિમેટિક GPDPની તૈયારી માટે ગ્રામ પંચાયતોમાં PGDM વિદ્યાર્થીઓને એકીકૃત કરવાની IRMAની વ્યૂહરચના રજૂ કરવામાં આવી હતી.

ગ્રામીણ સમુદાયોને સાંકળતા કાર્યક્રમો પ્રો. વિવેક પાંડે અને પ્રો. સત્યેન્દ્ર સી. પાંડે દ્વારા ભારતની અર્થવ્યવસ્થા અને આજીવિકાના પરિદૃશ્યને બદલવા માટેના દીર્ઘકાલિન મોડલો તૈયાર માટે, ગ્રામીણ સમુદાયોને સાંકળી લે તેવા કાર્યક્રમો બનાવવા માટે IRMAની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, PGDM વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો વચ્ચે સંવાદ થયો જેથી તેઓ આ જોડાણની આંતરિક બાબતો વિશે સમજણ કેળવી શકે જેમાં ખાસ કરીને LSDG અને GPDP પર ધ્યાન કેન્દ્રિત કરીને આવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.