દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરો, આણંદના સાંસદની લોકસભામાં માગ

author img

By

Published : Dec 20, 2022, 11:09 AM IST

દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરો, આણંદના સાંસદની લોકસભામાં માગ

સંસદના શિયાળા સત્ર દરમિયાન (Parliament Winter Session 2022) લોકસભામાં આણંદના સાંસદે ( Anand MP Mitesh Pate) પોતાની માગ રજૂ કરી હતી. તેમણે લોકસભામાં (Lok Sabha 2022) જણાવ્યું હતું કે, દેશનું નામ ઈન્ડિયાની જગ્યાએ ભારત કરી દેવું ( Anand MP Mitesh Patel demands for country name Bharat) જોઈએ. કારણ કે, ઈન્ડિયા નામમાં ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે.

ઈન્ડિયા નામથી ગુલામીનો અહેસાસ થાય છેઃ સાંસદ

આણંદ સંસદનું અત્યારે શિયાળુ સત્ર ચાલી (Parliament Winter Session 2022) રહ્યું છે. ત્યારે સંસદમાં એક તરફ તવાંગના મુદ્દે વિપક્ષ હોબાળો કરી રહ્યું છે. બીજી તરફ સત્તા પક્ષના સાંસદોએ સરકાર પાસે કેટલીક માગ અને અપીલ કરી છે. આવી જ એક માગ કરી છે આણંદના સાંસદ મિતેષ પટેલે.

દેશનું નામ ભારત રાખવા માગ સાંસદ મિતેષ પટેલે લોકસભા (Lok Sabha 2022) સત્ર દરમ્યાનના પ્રશ્નોતરી કાળમાં (lok sabha question hour ) દેશનું નામ ઈન્ડિયા નહીં પણ ભારત રાખવા માટે અપીલ કરી હતી. તેમણે લોકસભામાં કહ્યું હતું કે, ભારતની આઝાદીના 75 વર્ષ પછી પણ આ નામમાંથી (MP Mitesh Patel demands for country name Bharat) ગુલામીનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી દેશનું નામ ઇન્ડિયા નહીં પણ ભારત રાખવામાં આવે.

ઈન્ડિયા નામથી ગુલામીનો અહેસાસ થાય છે લોકસભાના (Lok Sabha 2022) પ્રશ્નોતરી કાળ સાંસદે કહ્યું હતું કે, આપણો દેશ ભારત, ભારત વર્ષ, હિન્દુસ્તાન, આર્યાવર્ત્, હિન્દ અને ઈન્ડિયા સહિતના નામથી ઓળખાય છે. અંગ્રેજોના શાસનથી ઇન્ડિયાના નામે આપણો દેશ ઓળખાવા (East India Company) લાગ્યો, પરંતુ આ નામથી હજી પણ ગુલામીનો અહેસાસ થઇ રહ્યો છે.

PM મોદીએ ગુલામીના પ્રતિકોના નાશનું કર્યું હતું આહ્વાન તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) લાલ કિલ્લા પરથી ગુલામીના તમામ પ્રતિકોનો નાશ કરવાનું આહ્વાન કર્યુ હતું. આ ઉપરાંત કેટલાક આવાં પ્રતિકોનો નાશ કરી દેવાયો છે. તમામ દસ્તાવેજો પર ઈન્ડિયા નામની જગ્યાએ ભારત અથવા ભારત વર્ષ નામનો (MP Mitesh Patel demands for country name Bharat) ઉપયોગ થવાથી ગુલામીના વધુ એક પ્રતિકથી દેશ ધીમે ધીમે મુક્ત થઈ જશે. ગૃહના માધ્યમથી સરકારને આ નામ બદલવા માટે વિનંતી કરું છું

સરકારના ભાવિ આયોજનના ભાગરૂપે પૂછાયો પ્રશ્ન ભાજપમાં વિધાનસભા હોય કે, લોકસભા, ધારાસભ્ય હોય કે સાંસદ, સરકારની થિન્ક ટેન્ક (A government think tank) દ્વારા અગાઉથી તૈયાર કરાયેલા પ્રશ્નો કે જે વિષય પર ભવિષ્યમાં નિર્ણય લેવાનાર હોય અને સદનપટના રેકર્ડ પર લાવવાનો હોય તે પ્રશ્નોને પોતાના પ્રતિનિધિઓ દ્વારા પૂછાવવામાં આવે છે એવું બૌદ્વિકોનું માનવું છે. કદાચ ઈન્ડિયાના બદલે ભારત શબ્દાંકનનો પ્રશ્ન બાબતે પણ ભવિષ્યમાં નિર્ણય લેવાનાર હોવાની સંભાવના હેતુ પૂછવામાં આવ્યાનું માની શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.