Har Ghar Tiranga : આણંદમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જગાડવા વહીવટીતંત્રની આ છે તૈયારી

author img

By

Published : Aug 3, 2022, 5:24 PM IST

Har Ghar Tiranga : આણંદમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જગાડવા વહીવટીતંત્રની આ છે તૈયારી

11-17 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા (Har Ghar Tiranga) કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે રાજયના મુખ્ય સચિવ પંકજ કુમારના (Chief Secretary Pankaj Kumar) અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં આણંદ જિલ્લા કલેક્ટર (Har Ghar Tiranga Abhiyan in Anand) અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા આશયથી 11-17 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાનાર સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત 13-15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા (Har Ghar Tiranga)કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે રાજયના મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષસ્થાને વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી.

હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૃરી સૂચનો કરાયાં
હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૃરી સૂચનો કરાયાં

રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે જોવા અનુરોધ - મુખ્ય સચિવે સબંધિત જિલ્લા કલેકટરોને હર ઘર તિરંગા (Har Ghar Tiranga)કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન આપી આ કાર્યક્રમ દરમિયાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના વધુ પ્રબળ બને તે માટે તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે જોવા (Har Ghar Tiranga Abhiyan in Anand ) અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga : તિરંગા અભિયાનમાં સર્વ ધર્મ સમભાવનો પ્રચંડ પ્રેમનો નજારો

પરિણામલક્ષી અમલીકરણ - આ વિડીયો કોન્ફરન્સ બાદ આણંદ જિલ્લા કલેકટરે (Anand Collector) આણંદ જિલ્લામાં રાષ્ટ્રધ્વજ લહેરાવાય તેમજ રાજય કક્ષાની સમિતિ દ્વારા સૂચવવામાં આવેલ સૂચનો અન્વયે કાર્યક્રમનું અસરકારક પરિણામલક્ષી અમલીકરણ (Har Ghar Tiranga Abhiyan in Anand) થાય તે મુજબનું હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૃરી સૂચનો (Har Ghar Tiranga Abhiyan in Anand ) અને માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે

પ્રત્યેક વિભાગના અધિકારીઓને કાર્ય કરવા અનુરોધ -આણંદ જિલ્લા કલેકટરે (Anand Collector) આગામી 13-15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા (Har Ghar Tiranga) કાર્યક્રમની થનાર ઉજવણીમાં આણંદ જિલ્લાના(Har Ghar Tiranga Abhiyan in Anand) જન જન ભાગીદાર બને અને તેમનામાં દેશ પ્રત્યેની ભાવના બળવત્તર બને તથા દેશ - રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગર્વની ભાવના જાગે તે માટે પ્રત્યેક વિભાગના અધિકારીઓને કાર્ય કરવા (Har Ghar Tiranga Abhiyan in Anand ) અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઈ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.