Grain Scam in Anand : રેશનકાર્ડ ધારકોના બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ કૌભાંડ કરતો શખ્સો ઝડપાયો

author img

By

Published : Jan 1, 2022, 1:51 PM IST

Grain Scam in Anand : વિદ્યાનગરમાં રેશનકાર્ડ ધારકની બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ કૌભાંડ ઝડપાયું, સસ્તા અનાજના વેપારી સામે ગુનો

વિદ્યાનગરમાં રેશનકાર્ડ ધારકની બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ ઉપાડવાનું કૌભાંડ ઝડપાયું(Grain Scam in Anand) છે. સસ્તા અનાજના વેપારી સામે ગુનો(Crime Against Trader in Anand) નોંધાયો બાયોમેટ્રિક ફિંગર ડેટા કલેક્ટ કરવાનું કામ કરતી કંપનીઓની કામગીરી શંકાના દાયરામાં ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

આણંદઃ આણંદના વિદ્યાનગરમાં રેશનકાર્ડ ધારકની બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ ઉપાડવાનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાતમાં રાશનકાર્ડ ધારકોના(Ration card holders in Gujarat) બાયોમેટ્રિક ફિંગર ડેટા મેળવી સરકારના EPFS એપ્લિકેશનમાં ચેડા કરી તેના જેવું જ અલગથી સોફ્ટવેર અને ડેટા સર્વરના માધ્યમથી વ્યાજબી ભાવથી કૌભાંડ આચારી રહ્યા હોવાના બનાવ સામે આવી રહ્યો છે.

ડુબ્લીકેટ ફિંગર પ્રિન્ટ બનાવી જથ્થો બારોબાર વેચી દેતા

વિદ્યાનગરમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીએ ઓનલાઈન એપ્લીકેશન મારફત રેશનકાર્ડ ધારકોની ફિંગર પ્રિન્ટ મેળવી હતી. જેમાં જે પરિવાર અનાજ કરિયાણું લેતા ન હતાં. તેમની ડુબ્લીકેટ ફિંગર પ્રિન્ટ બનાવી ઓનલાઇન જથ્થો ઉપાડી બારોબાર માલ વેચી દીધો હતો. આ બાબત અન્ન અને નાગરિક પુરવઠા કચેરીના(Department of Food and Civil Supplies Gujarat) ધ્યાનમાં આવતાં તુરંત આણંદ સાયબર ક્રાઇમ(Anand Cyber Crime) પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. જેથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ કરવામાં આવતી હતી

વિદ્યાનગરના(Grain Scam in Vidyanagar) બાકરોલ રોડ પર આવેલી તિર્થ 2 સોસાયટીમાં રહેતા સુરેશ કે વોરાએ રેશનકાર્ડ પર અનાજનો પુરવઠો ન લેતા ગ્રાહકોના નામે મોટું કૌભાંડ આચર્યું હતું. સુરેશ વોરાએ નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર દ્વારા પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ દુકાનદારો દ્વારા વેબપોર્ટલમાં કરવામાં આવતી કામગીરીની જેમ કે સરકાર દ્વારા આપવામાં આવતું રાહતદરનું અનાજ મેળવવા માટે પોતાના આધાર આધારીત બાયોમેટ્રીક વેરિફીકેશન કરવાની કામગીરી દરમિયાન દુકાનદારને ઓનલાઇન એપ્લીકેશન મારફતે ગેરરીતિ કરવામાં આવી હોવાની અરજી મળી હતી.

રેશનીંગ કાર્ડ ધરાવતા ગ્રાહકો તેમજ સરકાર સાથે છેતરપિંડી

ઉલ્લેખનીય છે સુરેશ કે વોરા દ્વારા રેશનકાર્ડ ધરાવતા લોકોના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબર તેમજ ફિંગર પ્રિન્ટો સોફ્ટડેટા મેળવવામાં આવ્યાં હતા. જે બાદ આધાર નંબરો સાથે જોડાયેલા રેશનીંગ મેળવતા ગ્રાહકોના બનાવટી ફિંગર પ્રિન્ટ બનાવ્યાં હતા. ત્યારબાદ બનાવટી ફિંગર પ્રિન્ટ મારફત રેશનીંગ અનાજ લેવા ન આવેલા ગ્રાહકોની જાણ બહાર ગ્રાહકોના ભાગના રેશનીંગ જથ્થો મોબાઇલમાં એપ્લીકેશન દ્વારા બાયોમેટ્રીક વેરીફિકેશન કરાવતા હતા. જે બાદ ઓનલાઇન બોગસ બિલો બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી તે રેશન મેળવી સગેવગે કરવામાં આવતું હતું. જેથી આર્થીક ફાયદો મેળવી રેશનીંગ કાર્ડ ધરાવતા ગ્રાહકો તેમજ સરકાર સાથે છેતરપિંડી કરી રહી હતી. જે અંગે ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આણંદ સાઈબર ક્રાઈમ પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. આ કેસની તપાસ હાલ ઈનચાર્જ પીઆઈ એચબી ચૌહાણ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ Sharad Pawar visits Anand : NCPના અધ્યક્ષ શરદ પવાર બન્યા આણંદના મહેમાન લગ્ન પ્રસંગમાં આપી હાજરી

આ પણ વાંચોઃ Good Governance Week 2021:આણંદ સુશાસન સપ્તાહની ઉજવણી જુદા જુદા વિભાગોનો ખાતમહુર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.