આણંદમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં રાજકીય નેતાઓની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન
Updated on: Jan 11, 2022, 10:52 AM IST

આણંદમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં રાજકીય નેતાઓની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન
Updated on: Jan 11, 2022, 10:52 AM IST
આણંદના ખંભાત તાલુકાના કલમસર ગામે લોકસાહિત્યકાર કીર્તીદાન ગઢવી(Folklorist Kirtidan Gadhvi)ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઇ હતી. જેના કારણે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન(Violation of Corona's guideline) પણ થયું હતું, જેમાં ધારાસભ્ય મયુર રાવલ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ: કલમસર ખાતે કિર્તીદાન ગઢવીના(Folklorist Kirtidan Gadhvi) લોકડાયરામાં મોટી સંખ્યામાં શ્રોતાઓની ભીડ ઉમટી પડી હતી, ડાયરમાં વિસ્તારના ધારાસભ્ય મયુર રાવલ, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમની હાજરીમાંજ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન(Violation of Corona's guideline) થયુ હતું.
લોકડાયરામાં કોરોનાની ગાઈડલાઈનના નિયમોને નેવે મૂક્યા
રાજ્યમાં કોરોના મહામારીનું સંક્રમણ વઘી રહ્યું છે, તેવામાં કલમસર ખાતે યોજાયેલ લોકડાયરામાં કોરોનાની ગાઈડલાઈનના નિયમોને નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, હાલ જિલ્લામાં અંદાજે ૫૦૦ જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત કોસો નોંધાય ચુક્યા છે, તેવામાં કમલસર ખાતે લોકડાયરાનું આયોજન કરીને કોરોનાને આમંત્રણ અપાઇ રહ્યું હોય તેવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે. ડાયરામાં ધારાસભ્ય મયુર રાવલ અને જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર પણ કલાકાર ઉપર ચલણી નોટોનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.
શું નિયમો ફક્ત જનતા માટે જ છે?
રાજ્ય સરકાર સંક્રમણ પર નિયંત્રણ લાવવા માટે ફરજીયાત માસ્ક અને સામાજિક અંતરના નિયમોને કડક રીતે અમલમાં મુકી રહી છે, તેવામાં સરકાર પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે આકરા દંડ વસુલવાની કાર્યવાહી કરતી હોય છે અને બીજી તરફ રાજકીય આગેવાનો જ જાહેરમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે, જ્યારે સામાન્ય નાગરીકો નિયમોનું પાલન ન કરે તો તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે, તો આ રાજકિય નેતાઓ પર કેમ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આવા આક્ષેપો અત્યારે આમ જનતા કરી છે.
તમામ લોકો માટે નિયમો સરખા
રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કોરોના નિયમોના ઉલ્લંઘન બાબતે જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ લોકો માટે નિયમો સરખા જ છે અને જો કોઈપણ વ્યક્તિ ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)નું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અનેક જગ્યાએથી અમુક લોકોની ફરિયાદ પ્રાપ્ત થઈ છે, ત્યારે તમામ ફરિયાદને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઇપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે જ કાર્યક્રમો કરવા જોઇએ તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ ખાતે યોજાયેલ "કોરોના પ્રિકોશન ડોઝ" રસીકરણ કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાને આપી હાજરી
