મોંઘવારી, બેરોજગારી અત્યારે જ દેખાણી! 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન : કોંગ્રેસ

author img

By

Published : Sep 2, 2022, 1:12 PM IST

મોંઘવારી, બેરોજગારી અત્યારે જ દેખાણી! 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન : કોંગ્રેસ

આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિ સોઢા પરમારના જન્મદિવસ (Congress Gujarat bandh announced) ઉમાભવન હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat assembly election 2022) જીત માટે કેટલા સંકલ્પ કર્યો હતા. તો બીજી તરફ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

આણંદ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢાના જન્મદિન નિમિત્તે ઉમા ભવન ખાતે આયોજીત આણંદ વિધાનસભાના (uma bhavan convention) કાર્યકરોનું એક સંમેલન મધ્ય ઝોન પ્રભારી ઉષા નાયડુની અધ્યક્ષતામાં યોજાયું હતુ. આ પ્રસંગે કાર્યકરોને સંબોધતા મધ્ય ગુજરાતના 8 જિલ્લાની 42 બેઠકોના પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું હતુ કે, 2017માં કોંગ્રેસ માત્ર 10 જ બેઠકોને કારણે સત્તાથી વંચિત રહી જવા પામી હતી. ત્યારે જે માહોલ હતો, તેના કરતા અત્યારે કોંગ્રેસ માટે સારો માહોલ છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત તમામ વર્ગ ભાજપ સરકારથી નારાજ છે. લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, ત્યારે પ્રજાની આ આકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે દરેક કાર્યકરે અત્યારથી જ ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાઈ જવું જોઈએ. તેમણે દરેક બુથ સુધી પહોંચીને વધુમાં વધુ મતદાન થાય તે માટે આહવાન કર્યું હતું.

આગમી વિધાનસભાની ચુંટણીમાં જીત માટે કર્યા સંકલ્પ

આ પણ વાંચો OBCની અનામત નાબૂદ કરવાનું સરકારનું ષડયંત્ર : અમિત ચાવડા
ગુજરાત બંધનું એલાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જિલ્લામાં મિશન 2022 અંતર્ગત કાર્યકર સંમેલન થકી (Amit Chavda attacked govt) ચૂંટણીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં 27 વર્ષથી તેમજ કેન્દ્રમાં 8 વર્ષથી ભાજપની સરકાર કાર્યરત છે. જેમાં મોંઘવારી, બેરોજગારીએ માઝા મૂકી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. GSTને કારણે વેપારીવર્ગ હેરાન પરેશાન છે. દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. બહેન-દિકરીઓની ઈજ્જત લુંટાઈ રહી છે. આવા માહોલમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરના રોજ સાંકેતિક ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં સવારના 8થી 12 સુધી લોકોને તેમના પ્રશ્નો અંગે વાચા આપવા માટે જોડાવા હાકલ કરી હતી.

આ પણ વાંચો ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર ગહેરાઈથી ચર્ચા : અમિત ચાવડા

ચૂંટણીને લઈને જુસ્સો ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કાર્યકરોને સંબોધતા (gujarat assembly congress seats 2022) જણાવ્યું હતું કે, 2007, 2012, 2014 અને 2017માં જે પ્રેમ અને સહકાર આપ્યો છે, તેવો જ પ્રેમ 2022માં આપવા અપીલ કરી હતી. 27 વર્ષ બાદ કાર્યકરોની અથાગ મહેનતને કારણે કોંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ રહી છે, ત્યારે આવનારી ચૂંટણીમાં પણ આવા જ જોમ અને જુસ્સા સાથે 2022 કોંગ્રેસ લાવીશના નારા સાથે અત્યારથી જ ચૂંટણીના પ્રચારમાં લાગી જવાનો અનુરોધ (Gujarat assembly election 2022) કર્યો હતો.

કોણ કોણ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જિલ્લાના પ્રભારી ભીખા રબારી, યુથ કોંગ્રેસના પ્રભારી શિવરાજસિંહ, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, તાલુકા પ્રમુખ યશપાલસિંહ સોલંકી, શહેર પ્રમુખ મહેશ સોલંકી સહિત કાઉન્સીલરો, વિવિધ ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવીને આવનારી 2022ની ચૂંટણીમાં તનતોડ મહેનત કરીને કોંગ્રેસને જીતાડવાની ખાતરી આપી હતી. assembly election 2022 Congress preparations, Kanti Sodha Parmar birthday, Congress Gujarat bandh announced

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.