ત્રણ વર્ષની સરખામણીમાં તમાકુનું પાંચ હજાર હેકટરમાં વાવેતર વધ્યું

author img

By

Published : Dec 29, 2022, 7:05 PM IST

ત્રણ વર્ષની સરખામણીમાં તમાકુના પાકનું પાંચ હજાર હેકટરમાં વાવેતર વધ્યું

ત્રણ વર્ષની સરખામણીમાં તમાકુના પાકનું પાંચ હજાર(tobacco crop increased gujarat) હેકટરમાં વાવેતર વધ્યું છે. જુદા જુદા પ્રકારની તમાકુની ખેતી દ્વારા અનેકો ખેડૂતો આર્થિક રીતે સદ્ઘર બન્યા છે અને લાખોની(tobacco crop increased five thousand hectares) કમાણી કરી રહ્યા છે.

આણંદ જે વસ્તુ હાનિકારક છે તેનું ઉત્પાદન મબલખ થઇ(tobacco crop increased gujarat) પણ રહ્યું છે અને વેચાણ પણ થઇ જ રહ્યું છે. માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુ માટેની જાહેરાત અને વિરોધ તો કરવામાં આવે છે. પરંતુ સરકાર કોઇ નકર પગલાઓ જેની સામે ભરવાના હોય છે તે ભરતી નથી. એટલે કે ખરેખર તમાકુના વાવેતર પર જ બેન્ડ કરી દેવાની (Anand cultivation of tobacco crop increased ) જરૂર છે, જેના કારણે અવેડામાંથી આવે તો કૂવામાં આવે. પરંતુ આ વચ્ચે આણંદ જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તમાકુના દિનપ્રતિદિન વધતા જતા ઉપયોગના કારણે તેના વાવેતરમાં વધારો થઇ રહ્યો છે. જો કે તમાકુ સેવનથી કેન્સર સહિતની ગંભીર બિમારીઓ થવાની વધુ સંભાવના છે.

સરકારની ઓફિશયલ ચૂપી સરકાર અગાઉના સમયમાં સોનાના(Tobacco cultivation increased in Anand) પર્ણના મુલક તરીકે ઓળખાતા ચરોતર પ્રદેશમાં તમાકુ જ મુખ્ય ખેતી પાક હતો. જુદા જુદા પ્રકારની તમાકુની ખેતી દ્વારા અનેકો ખેડૂતો આર્થિક રીતે સદ્ઘર બન્યા છે. આણંદ જિલ્લામાં તમાકુનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જો કે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક તમાકુની ખેતી ઘટાડવા સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની ખેતી પર કોઇ રોક કે પ્રતિબંધ કરવામાં આવતો નથી.

આ પણ વાંચો બજેટ 2023-24: સરકારે તૈયારીઓ શરૂ કરી, નાણાપ્રધાને ખાતરી આપી કે દેવુ ઘટશે

તમાકુ વાવેતરનો ખર્ચ જો કે આણંદ જિલ્લામાં ડાંગર અને તમાકુ મુખ્ય પાક છે. પરંતુ અન્ય પાકના વાવેતરની સરખામણીએ ખેડૂતોને તમાકુ વાવેતરનો ખર્ચ ઓછો અને વેચાણ ભાવ વધુ મળે છે. આથી તમાકુનું વાવેતર ઘટાડવામાં આવે તો આર્થિક રીતે નુકસાની થઇ શકે છે તેવી ગણતરી ખેડૂતો મૂકી રહ્યા છે. જેના કારણે તમાકુને બદલે ખેડૂતો અન્ય વૈકલ્પિક ખેતી પાક તરફ વળે તે માટે અભિયાન સહિત ખેતી સહાય યોજનાઓ પણ સરકારે અમલમાં મૂકી છે.

ખેડૂતોને માર્ગદર્શન વિવિધ રોકડિયા પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન માટે સેમિનાર,તાલીમ યોજવામાં આવે છે. પરંતુ તેની આણંદ જિલ્લામાં નોંધનીય અસર જોવા મળતી નથી. છેલ્લા ત્રણ વર્ષમાં આણંદ જિલ્લામાં ગત વર્ષ કરતાં તમાકુનું વાવેતર ઘટયું છે. પરંતુ એવરેજ વાવેતરમાં વધારા સાથે આ વર્ષ 5 હજાર હેકટર વધારો જોવા મળે છે. રવિ સીઝનમાં જિલ્લામાં અડધોઅડધ વિસ્તારમાં તમાકુનું વાવેતર થાય છે. જિલ્લામાં 1.48 લાખ હેકટરમાંથી 63 હજાર હેકટરમાં તમાકુનું વાવેતર થયું છે. જે ગત વર્ષ કરતાં 50 હજાર હેકટર ઓછું છે. પરંતુ ત્રણ વર્ષની સરખામણીમાં પાંચ હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.