અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા, નજીકના સમયમાં થશે વિવિધ પ્લાન્ટોનું નવું આયોજન

author img

By

Published : Sep 9, 2022, 5:31 PM IST

અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા, નજીકના સમયમાં થશે વિવિધ પ્લાન્ટોનું નવું આયોજન

આજે આણંદમાં અમૂલ ડેરીની વાર્ષિક સાધારણ સભા સરદાર પટેલ સભાગૃહ અમૂલ ડેરી આણંદમાં યોજવામાં આવી હતી. આ સભામાં નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓમાંથી પ્રતિનિધિઓ તેમજ સંધના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. હવે સંઘના વિકાસ તેમજ વિસ્તૃતીકરણ અને ભાવિ આયોજન માટેની તમામ કાર્યવાહી હાથ ધરી શકશે. Amul Dairy 76th Annual General Meeting, Sardar Patel Auditorium Amul Dairy Anand

આણંદ અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા 9મી સપ્ટેમ્બર 2022ના રોજ સરદાર પટેલ સભાગૃહ અમૂલ ડેરી આણંદમાં (Sardar Patel Auditorium Amul Dairy Anand) યોજવામાં આવી હતી. આજરોજ અમૂલ ડેરીના ચેરમેન (Amul Dairy Chairman) રામસિંહ પરમારે અમૂલ ડેરીને મળેલ મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયને યાદ કરી તેમણે અમૂલ માટે આપેલ નિસ્વાર્થ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા 9મી સપ્ટેમ્બર 2022ના રોજ સરદાર પટેલ સભાગૃહ અમૂલ ડેરી આણંદમાં
અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા 9મી સપ્ટેમ્બર 2022ના રોજ સરદાર પટેલ સભાગૃહ અમૂલ ડેરી આણંદમાં

અમૂલની વાર્ષિક સાધારણ સભા રામસિંહ પરમારે નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓમાંથી પધારેલ પ્રતિનિધિઓ તથા સંધના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનું, સંઘની વાર્ષિક સાધારણ સભામાં સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. અમૂલની આ વાર્ષિક સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજાર રહી બધાજ એજન્ડાનો સર્વાનુમત્તે નિકાલ કર્યો હતો.

સંઘનો ઉથલો 10,333 કરોડને પાર ચેરમેન પદેથી રામસિંહ પરમારે વાર્ષિક સાધારણ સભાના ( Amul Dairy 76th Annual General Meeting ) સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર (International dairy trade) માટે ખૂબ જ કપરુ રહેલું છે. તેમ છતાં સંઘનો ઉથલો રૂપિયા 10,333 કરોડને પાર કરી ગયો છે. જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે. જે ગત વર્ષના રૂપિયા 8,598 કરોડની તુલનામાં ધંધાની કુલ 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમૂલ માટે ખૂબજ સંતોષની વાત છે કે, ચાલુ વર્ષે ગત વર્ષના રૂપિયા 835.51ની સરખામણીમાં રૂપિયા 837.22 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ (Affordable milk prices) આપી શક્યા છીએ.

મસિંહ પરમારે નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓ માંથી પધારેલ પ્રતિનિધિઓ તથા સંધના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનું, સંઘની વાર્ષિક સાધારણ સભામાં સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
મસિંહ પરમારે નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓ માંથી પધારેલ પ્રતિનિધિઓ તથા સંધના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનોનું, સંઘની વાર્ષિક સાધારણ સભામાં સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

દૂધ સંપાદનમાં 13 ટકાનો વધારો રામસિંહ પરમારે અમૂલ પરિવારને સંબોધીને જણાવ્યું હતું કે, આણંદ, ખેડા, મહિસાગર જિલ્લામાં દૂધ ઉત્પાદન (Milk production Mahisagar district) તેમજ સંપાદનમાં વર્ષો વર્ષ થયેલા પ્રગતિના આપણે સૌ સાક્ષી છીએ. વધુને વધુ દૂધ સંપાદન કરવાની પરંપરાને આગળ વધારતા સંઘે વર્ષ વર્ષ 2021-22 દરમિયાન સરેરાશ 29.81 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે 108.79 કરોડ કિ.ગ્રા. ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલું છે, જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો સૂચવે છે.

આણંદ પેટર્ન પદ્ધતિ વર્ષ દરમિયાન સંઘે કુલ 2829 દૂધ મંડળીઓ દ્વારા કુલ સરેરાશ 41.14 લાખ કિ.ગ્રા. પ્રતિદિન લેખે વાર્ષિક 150 કરોડ કિ.ગ્રા. દૂધ સંપાદન કરેલ છે. જે ગત વર્ષની સરખામણીમાં 14.50 ટકાનો વધારો સૂચવે છે. સંઘે બહારના રાજ્યોમાં આણંદ પેટર્ન પદ્ધતિથી (Anand Pattern Method) નવી દૂધ મંડળીઓ સ્થાપી 41.38 કરોડ કિ.ગ્રા. દૂધ સંપાદન કરેલું છે. વધુમાં રામસિંહ પરમારે કહ્યું કે મને જણાવતા આનંદ થાય છે કે, છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી કાનૂની પ્રક્રિયાને કારણે આપણી બોર્ડ મીટીંગ થઈ શકી નથી. જેનો તાજેતરમાં જ સુખદ અંત આવ્યો છે અને આપ જાણો છો તેમ આપણું બોર્ડ પુનઃ કાર્યરત થઈ ગયેલું છે. હવે સંઘના વિકાસ તેમજ વિસ્તૃતીકરણ અને ભાવિ આયોજન માટેની તમામ કાર્યવાહી હાથ ધરી શકશે. સંઘ કક્ષાએ વિસ્તૃતીકરણ કરીને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકીશું. જેથી વધુ ઉત્પાદન થકી વધુ આવક મેળવી સભાસદને વળતર રૂપે આપી શકાય.

અનેક કામોનું ભાવિ આયોજન આવનારા સમયમાં વિવિધ પ્લાન્ટમાં નવું આયોજન કરવા જઈ રહ્યા છે. જેમાં જમીનનું સંપાદન મોગર અને ખાત્રજ ખાતે, મોગર ખાતે સિવિલ કામ, પ્લાન્ટ અને મશીનરીની ખરીદી, ખાત્રજ ખાતે ચીઝ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ, UHT પ્લાન્ટ, યોગર્ટ, શ્રીખંડ માટેની મશીનરી, સિવિલ કામ, આણંદ ખાતે ETP પ્લાન્ટનું વિસ્તૃતીકરણ, RO પ્લાન્ટ, ઓટો સેમ્પલર ટેન્કર, રેફ્રીજરેશન પ્લાન્ટ તેમજ જરૂરિયાત મુજબનું વિસ્તૃતીકરણ, પુનામાં પણ આઈસ્ક્રીમ તેમજ તેની માટેનું ગોડાઉન, મશીનરી અને સિવિલ કામ, પંજાબ ખાતે વિવિધ બનાવટોના પ્લાન્ટ્સનું વિસ્તૃતીકરણ (Expansion Various manufacturing plants Punjab) જેવા અનેક કામોનું ભાવિ આયોજન કરવામાં આવનાર છે. જેથી સંઘના વિકાસમાં નવા આયામો મળશે. અમૂલ ડેરીના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણયો કરી દૂધ ઉત્પાદકોને દૂધના વધુમાં વધુ ભાવ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.