Birth Centenary Year of Dr Verghese Kurien - ઉજવણીના ભાગરૂપે IRMAએ શરૂ કર્યો નવો કોર્સ

author img

By

Published : Jun 9, 2021, 7:21 PM IST

Updated : Jun 9, 2021, 8:08 PM IST

Dr Verghese Kurien

ડૉ વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે IRMA દ્વારા એક નવા શૈક્ષણિક કોર્સ 'સર્ટીફિકેટ કોર્સ ઇન CSR ફોર વર્કિંગ પ્રોફેશનલ ( Community and Social Development for working professional )ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્ષ ટ્રેનિંગ કોર્ષ હશે. જે છ મહિનાના સમય દરમિયાન 90 મિનિટના 65 સેશનમાં પૂર્ણ થશે. IRMAના જણાવ્યા અનુસાર ભારત દેશમાં કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સબલિટીમાં સમાજના ઉત્થાન માટે ઘણા કામ કરવા આવે છે, જેમાં સમાજની જરૂરિયાત સમાજ પોતે નક્કી કરી CSR ફંડનો ઉપયોગ કરી શકે છે.

  • IRMA કરશે મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડૉ વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી
  • વિખ્યાત શૈક્ષણિક સંસ્થા IRMA દ્વારા નવો કોર્સ શરૂ કરશે
  • 90 મિનિટના 65 સેશનનો CSR કોર્ષ

આણંદ : દેશને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિકારી સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા અને તેના કારણે મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ( Milk Man of India )નું બિરૂદ પ્રાપ્ત કરનારા ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien )ના જન્મને 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien ) એ અમુલ ડેરી ( AMUL ) સાથે ઘણી સંસ્થાઓની સ્થાપના કરી હતી. જે આજે સમાજ માટે ઘણી મદદરૂપ બની રહે છે. ત્રિભુવનદાસ ફાઉન્ડેશન, NDDB, GCMMF અને IRMA જેવી સંસ્થાઓ ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien )ની દીર્ઘદ્રષ્ટીની સાક્ષી પૂરે છે.

CSR સાથે જોડાયેલા વર્કિંગ પ્રોફેશનલ મેનેજરને ઇન્ફોર્મ મેનેજર બનાવમાં મદદ કરશે

IRMAના પ્રોફેસર સુધીર સિંહાએ આ વિશેષ કોર્ષ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, IRMAના સ્થાપક અને પ્રથમ ફાઉન્ડર ડાયરેક્ટર ડૉ. વર્ગીસ કુરિયન ( Verghese Kurien )ના જન્મને 100 વર્ષ પૂર્ણ થતાં હોવાથી IRMA દ્વારા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કોર્ષને લોન્ચ કરવામાં આવ્યો છે. આ કોર્ષ CSR ( Community and Social Development ) સાથે જોડાયેલા વર્કિંગ પ્રોફેશનલ મેનેજરને ઇન્ફોર્મ મેનેજર બનાવમાં મદદ કરશે. સામાન્ય રીતે દેશમાં CSR એક્ટિવિટી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. IRMA દ્વારા આ વકિંગ પ્રોફેસનલને ઈન્ફોર્મ મેનેજર બનવા માટે 90 મિનિટના 65 સેશન દ્વારા માહિતગાર કરવામાં આવશે.

Birth Centenary Year of Dr Verghese Kurien - ઉજવણીના ભાગરૂપે IRMAએ શરૂ કર્યો નવો કોર્સ

સર્ટીફિકેટ કોર્ષમાં શરૂઆતમાં 30 વર્કિંગ મેનેજરને પ્રવેશ આપવામાં આવશે

દેશમાં આર્મી દ્વારા પણ ખૂબ મોટા CSR એક્ટિવિટી ફંડને લોકહિતના ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે IRMA ( Institute of Rural Management Anand ) દ્વારા ચાલુ કરવામાં આવેલા આ નવા સર્ટીફિકેટ કોર્ષમાં આર્મીના જવાનોને વિશેષ ડિસ્કાઉન્ટ સાથે પ્રવેશ આપવામાં આવશે. 6 મહિનાના આ કોર્ષમાં સંપૂર્ણ અભ્યાસક્રમ ઓનલાઇન ચલાવવામાં આવશે. જેથી કોર્પોરેટના CSR મેનેજર ચાલુ નોકરી દરમિયાન પણ આ સેર્ટીફિકેટ કોર્ષ કરી શકે છે. IRMA દ્વારા 6 મહિનાના આ સર્ટીફિકેટ કોર્ષમાં શરૂઆતમાં 30 વર્કિંગ મેનેજરને પ્રવેશ આપવામાં આવશે.

CSR શું છે?

CSR એ ખૂબ મહત્વનો ભાગ છે, જે અંગે જવાબદારીપૂર્વક મેનેજર તેમની સમજશક્તિ અનુસાર કામ કરતા હોય છે. તેવા મેનેજરને આ કોર્ષ બાદ વિશ્વ સ્તરે CSRના વિવિધ એકમોને સમજવામાં મદદરૂપ થઇ શકશે. ભારતમાં CSR ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. દરેક CSR સંભાળતા મેનેજર આ કોર્ષ કર્યા બાદ એક નવા એકમોથી માહિતગાર થશે અને વધુ સારી રીતે અસરકારક રીતે કામ કરવાની શક્તિ વિકસાવવામાં મદદ મળશે.

IRMA શું છે?

IRMAની સ્થાપના 1979માં ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા કરવામાં આવી હતી. જે માટે તેમનો ઉદેશ્ય હતો કે, દેશમાં ગ્રામીણ વિસ્તારોની સમજ આપીને મેનેજર તૈયાર કરવા. છેલ્લા 40 વર્ષમાં IRMA ( Institute of Rural Management Anand )માંથી 3,600 જેટલા વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ કોર્ષ કરીને દેશ અને દુનિયામાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે ડૉ. વર્ગીસ કુરિયનના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલા આ કોર્ષ બાદ CSR ( Community and Social Development ) એક્ટિવિટીમાં કામ કરતા વર્કિંગ પ્રોફેશનલ મેનેજરને ઉપયોગી થતા આ કોર્ષ થકી CSRની કામગીરી સંભાળતા મેનેજર્સને ઈન્ફોર્મ મેનેજર બનવામાં મદદ મળશે.

આ પણ વાંચો -

Last Updated :Jun 9, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.