શાહિન વાવઝોડાના કારણે અમરેલીમાં ભારે વરસાદ

author img

By

Published : Sep 30, 2021, 10:28 AM IST

શાહિન વાવઝોડાના કારણે અમરેલીમાં ભારે વરસાદ

શાહિન વાવઝોડાને કારણે સૌરાષ્ટ્ર પંથકમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં અને તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાવઝોડાને કારણે સાગરખેડુઓને દરીયોના ખેડવા સુચના આપવામાં આવી છે.

  • જાફરાબાદ અને રાજુલામાં ચાર ચાર ઈંચ વરસાદ
  • ધાતરવડી-2 ડેમના 12 દરવાજા ખોલવામા આવ્યા
  • જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું


અમરેલી: રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ગુરુવારે સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધીમાં જાફરાબાદ અને રાજુલામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

તાલુકા પ્રમાણે વરસાદ

તાલુકાવરસાદ
જાફરાબાદ 109 મિમી
રાજુલા102 મિમી
લાઠી31 મિમી
બાબરા 29 મિમી
ખાંભા 27 મિમી
સાવરકુંડલા 16 મિમી
લીલિયા 13 મિમી
અમરેલી 08 મિમી
ધારી 04 મિમી


રાજુલા તાલુકાના ના ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો​​​​​​​

રાજુલાનો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થતા 12 દરવાજા ખોલવામા આવ્યા હતા. જેના કારણે હિંડોરણાની ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા નીચાણમાં આવતા હિંડોરણા, ખાખબાઈ, વડ, ભેરાઈ, રામપરા, લોઠપુર, છતડીયા સહિત ગામડાને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત સુરવો ડેમના 3 દરવાજા 3 ફૂટ ખોલવામા આવતા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

આ પણ વાંચો : "ગુલાબ" બાદ હવે અરબ સાગરમાં બની રહ્યુ છે ચક્રવાતી તોફાન "શાહીન"

રાયડી ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં

અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે રાયડી ડેમના 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેથી નિચાણ વાળા નાગેશ્રી, ચોત્રા, મીઠાપુર જેવા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ​​​​​​​

લાઠી ની ગાગડીય નદીના પુલ પર બાઈક સવાર ફસાયો

જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યા છે. ત્યારે લાઠીના ગાગડીયા નદીના પુલ પર એક વૃદ્ધ બાઈક સાથે ફસાયા હતા. સ્થાનિક લોકોનું ધ્યાન પડતા વૃદ્ધની મદદે આવ્યા હતા અને વૃદ્ધને પાણીના પ્રવાહ વચ્ચેથી બચાવી લીધા હતા. ​​​​​​​

આ પણ વાંચો : 24 કલાકમાં જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી

અમરેલીના જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

ગુલાબ વાવાઝોડાની અસરના પગલે અમરેલી સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામા આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.