અમરેલી: અમરેલી જિલ્લાના મીતીયાળામાં ભૂકંપના અયાકાઓએ લોકોને ઘર બહાર લેવા મજબૂર કર્યા હતા. મીતીયાળા ગામે સતત બીજા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા.
સતત બીજા દિવસે ભૂકંપના આંચકા: આજે વહેલી સવારે મીતીયાળા અને ખાંભા વિસ્તારની ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સવારના 7.52, 7.53 અને 7.55 એમ 4 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા અનુભવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ગતરોજ પણ એક જ કલાકમાં ધરતીકંપના 3 આંચકા અનુભવાયા હતા. ગતરોજ મીતીયાળા, સાકરપરા, ધજડી સાથે ખાંભાના ભાડ, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ત્રીજા ભૂકંપની 2.8ની તીવ્રતા નોંધાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મીતીયાળા પંથકમાં છેલ્લા દોઢ મહિનાથી સતત ભૂકંપ આવે છે.
update.....