લવજેહાદના વિરોધમાં આજે બગસરામાં બંધનું એલાન

author img

By

Published : Jul 10, 2021, 1:37 PM IST

લવજેહાદ

અમરેલીના બગસરામાં તાજેતરમાં એક યુવતીને વિધર્મી યુવાન ભગાડી ગયાની ઘટના પછી લોક રોષ ચરમસીમા પર છે અને ટુંકાગાળામાં ગામ લોકોની બે મિટીંગો યોજાયા પછી હવે વિહિપ અને બજરંગદળના નેજા તળે આજે બગસરા બંધનુ એલાન કરવામાં આવ્યું છે.

  • બગસરામાં લવજેહાદની પ્રવૃતિ જોરોશોરોથી ચાલી રહી
  • વિહિપ, બજરંગદળ અને અન્ય સંસ્થાઓ એક મંચ પર
  • વિધર્મી યુવાનો યુવતીને ભગાડી ગયાની વધતી ઘટનાઓ સામે લોકોમાં રોષ

અમરેલી : બગસરા પંથકમાં લવજેહાદની પ્રવૃતિ જોરોશોરોથી ચાલી રહી હોવાનો લોકોમાં રોષ છે. અવાર-નવાર યુવતીને વિધર્મી યુવાનો ભગાડી ગયાની ઘટના બની રહી છે. તાજેતરમા જ આવી વધુ એક ઘટના બની હતી. અહીંના એક વેપારીની યુવા પુત્રીને વિધર્મી યુવાન લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આ વિશે પોલીસને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

સમાજની વાડીમાં નગરજનોનું વિશાળ સંમેલન મળ્યું

આ પ્રકારની સતત વધી રહેલી ઘટનાઓ સામે લોક રોષનો જુવાળ ફુટી નીકળ્યો હતો. અહીંની સત્તાવાર સમાજની વાડીમાં નગરજનોનું વિશાળ સંમેલન પણ મળ્યું હતું. આવા તત્વોને ઝડપી પાડવા આવુ જ સંમેલન બીજી વખત પણ મળ્યું હતું. જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક પોલીસને આવેદનપત્રો અપાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં પ્રથમ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, આરોપીની ધરપકડ

તારીખ 9ને શુક્રવારે બગસરા બંધનુ એલાન કરવામાં આવ્યું

પોલીસ દ્વારા આવા તત્વોને પકડી પાડવા માટે કોઇ ઝડપી કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને પગલે ઝડપી કાર્યવાહી થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શહેરની વિવિધ સંસ્થાઓના સમર્થનથી આજે તારીખ 9ને શુક્રવારે બગસરા બંધનુ એલાન કરવામાં આવ્યું હતું.

સમાજના વિવિધ વર્ગના લોકો આ મુદ્દે જાગૃત થાય તેવા ઉદેશથી બંધનુ એલાન

આ સંગઠનોએ શહેરના લોકોને શાંતિપુર્ણ રીતે બંધ રાખવા માટે પણ અપીલ કરી છે. આ વિસ્તારમાં લવજેહાદની પ્રવૃતિ ફુલીફાલી હોય તેમ સમાજના વિવિધ વર્ગના લોકો આ મુદ્દે જાગૃત થાય તેવા ઉદેશથી પણ આ બંધનુ એલાન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન જુદી-જુદી ઘટનામાં 10 યુવતીઓને વિધર્મી યુવાન ભગાડી ગયાનું સામે આવ્યું છે. આબરૂ જવાની બીકે મોટાભાગના કિસ્સામા ફરિયાદ પણ થતી નથી.

આ પણ વાંચો : લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો

આબરૂ જવાની બીકે ફરિયાદ કરતા નથી

આ વિધર્મી યુવાન યુવતીને ટુંકાગાળામાં બીજી વખત ભગાડી ગયો છે. પ્રથમ વખત ફેબ્રુઆરી માસમાં ભગાડી ગયો હતો. પરંતુ તે વખતે તેની વય સગીર હતી. જેથી સગીરાને પરત તેના ઘરે મુકી ગયો હતો. બીજી વખત આવુ નહિ થાય તેવી ખાતરીથી પરિવારે પણ સમાધાન કરી લીધુ હતું. તથા આબરૂ જવાની બીકે ફરિયાદ કરી ન હતી. આવા અનેક બનાવો બનતા આજે લોકોનો રોષ જોવા મળ્યો હતો. રોષ વ્યક્ત કરવા આજ બગસરા શહેરને બંધની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.