રામોલમાં બે રાઉન્ડ ફાયરિંગ, પોલોસે 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

author img

By

Published : Jun 30, 2022, 6:38 PM IST

રામોલમાં બે રાઉન્ડ ફાયરિંગ, પોલોસે 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

અમદાવાના રામોલ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ (Two rounds of firing in Ramol )કરવામાં આવ્યું છે. ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં (Gangwar between two gangs)આ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે રામોલ પોલીસે 6 વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ શહેરના રામોલ વિસ્તારમાં અંગત અદાવતમાં હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં (Two rounds of firing in Ramol )આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદીએ અગાઉ નોંધાવેલી ફરિયાદની અદાવત રાખી હુમલો( Firing in Ramol)કર્યો હતો. આ અંગે રામોલ પોલીસે બે આરોપીઓના નામજોગ અને અજાણ્યા 6 લોકો વિરૂદ્ધ હત્યાના પ્રયાસની અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

ફાયરિંગ

બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું - શહેરના રામોલ પોલીસ સ્ટેશન( Ahmedabad Ramol Police)વિસ્તારમાં આવેલા મોરબી સીરામીક મેદાન પાસે ગત મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફ્રેક્ચર ગેંગ સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે ચાલતી ગેંગવોરમાં (Gangwar between two gangs)આ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. ગઈકાલે મોડી રાતે ખોખરામાં જગન મદ્રાસી પર થયેલા હુમલા બાદ ફરિયાદી આકાશ પરિહાર જગનને મળવા એલજી હોસ્પિટલ ગયો હતો. આ કેસના આરોપી ભુપેન્દ્ર ઉર્ફે શીલુ ખટીક અને સંદીપ પાટીલ ત્યાં હાજર હતા. જેથી ફરિયાદી તેના મિત્રો સાથે હોસ્પિટલ થઈ નીકળી ગયો. તેન છતા આરોપીએ તેનો પીછો કરી રામોલમાં આવી હુમલો કર્યો જે અંગે પોલીસે હત્યાના પ્રયાસમાં રાયોટીંગ અને હથિયાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચોઃ firing in Ahmedabad: ખુરશીમાં બેસવા બાબતે સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી - જ્યારે ફરિયાદી આકાશ પરિહારની પૂછપરછ કરતા (firing in personal enmity in Ramol)સામે આવ્યુ કે, અગાઉ ભૂપેન્દ્ર ખટીકે આકાશ પરિહારના પિતા પર હુમલો કર્યો હતો જેની અદાવતમાં અને ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી આ હુમલો કરવામાં આવ્યો છે. સાથે જ આ હુમલામાં આકાશની સાથે રહેલા તેના મિત્રો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે આકાશના મિત્રોને સાક્ષી બનાવી આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Firing in Ahmedabad SBI : ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો, ફાયરિંગ કરવાનું કારણ જાણી ચોંકી જશો

બે ગેંગો વચ્ચે ચાલતી ગેંગવોર - આ અંગત અદાવત અને બે ગેંગો વચ્ચે ચાલતી ગેંગવોરમાં આ હુમલો થયો હોવાનું પોલીસ માની રહી છે. તેમ છતાં હથિયાર વડે ફાયરિંગનો બનાવ બનતા ન માત્ર સ્થાનિક પોલીસ પરંતુ અન્ય એજન્સીઓ પણ આરોપીઓની શોધખોળમાં લાગી છે. ત્યારે આરોપી ક્યાંથી અને કેવી રીતે ઝડપાય છે સાથે જ આરોપી અન્ય કોઈ ગુનાને અંજામ આપે છે કે તે પહેલા પોલીસ તેમને ઝડપી લે છે તે જોવું મહત્વનું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.