પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

author img

By

Published : Nov 14, 2022, 8:45 AM IST

પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

રાજ્યમાં પ્રથમ તબક્કામાં (First Phase Voting in Gujarat) 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે આ તબક્કાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ (Political Leader Nomination form Last Day) છે. રાજ્યમાં પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન થશે.

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) રંગ બરાબરનો જામી ગયો છે. ત્યારે રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. તેવામાં હવે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો મેદાને આવી ગયા છે. ત્યારે આ ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે (14 નવેમ્બર) છેલ્લો દિવસ (Political Leader Nomination form Last Day) છે.

15મીએ ચકાસણી ત્યારે 15 નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી (Nomination form for election) કરવામાં આવશે. જ્યારે 17 નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત લઈ શકાશે. જોકે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ (Political Leader Nomination form Last Day) હોવાથી રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે.

રાજકીય પક્ષોની તડામાર તૈયારી આપને જણાવી દઈએ કે, ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહી છે. દરેક પક્ષો એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરીને આંચકા આપી રહી છે. ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો નહીં પણ અનેક રાજકીય પક્ષોની ટક્કર થાય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.