અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

author img

By

Published : Nov 20, 2021, 8:53 AM IST

અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, બિસમાર રોડથી લઈ પાર્કિંગ મુદ્દે મનપા કમિશનરે હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવિટ

અમદાવાદ શહેરમાં બિસમાર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યા(Ahmedabad Traffic problem) મુદ્દે વારંવાર અનેક સવાલો ઉભા થતા રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર(Ahmedabad Municipal Commissioner) મુકેશકુમારે હાઈકોર્ટમાં એફિડેવિટ(Affidavit in the High Court) રજૂ કર્યું હતું. એફિડેવિટમાં કમિશનરને રજૂઆત કરી હતી કે શહેરમાં બિસ્માર રોડ સામે કોર્પોરેશનને કયા પગલા લીધા તેમજ, રોડ રિસરફેસનું કઈ રીતે કામ કરી રહ્યું છે? તે અંગે માહિતી આપવામાં આવી છે.

  • અમદાવાદમાં રખડતા ઢોર, બિસમાર રોડ અને ટ્રાફિક સમસ્યા અંગે એફિડેવિટ
  • અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે બિસ્માર રોડને લઈને પગલાં
  • શહેર 3900 પાર્કિંગ બોર્ડ મૂકવામાં આવ્યા, 3500થી વધુ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં બિસમાર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યા મુદ્દે મ્યુનિસિપલ કમિશનર(Ahmedabad Municipal Commissioner) મુકેશકુમારે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું. એફિડેવિટમાં કમિશનરને રજૂઆત કરી હતી કે શહેરમાં બિસ્માર રોડ સામે કોર્પોરેશનને કયા પગલા લીધા તેમજ, રોડ રિસરફેસનું કઈ રીતે કામ કરી રહ્યું છે? કોન્ટ્રાક્ટર સામે ક્યાં પગલા લેવાયા તે અંગે માહિતી આપવામાં આવી છે.

બિસ્માર રોડ સામે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કયા પગલાં લેવાયાં?

મનપા કમિશનર(AMC) મુકેશકુમાર ઉલ્લેખ કર્યો છે કે રસ્તાની કામગીરીના કુલ 91 સેમ્પલ લેવામાં આવ્યા હતા. બિસ્માર રોડ સામે અત્યાર સુધી ત્રણ કોન્ટ્રાક્ટર્સને(Road contractors Ahmedabad) બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે.
નબળી ગુણવત્તાવાળા કામ માટે કોન્ટ્રાક્ટરને 8.30 કરોડનો દંડ પણ કરવામાં આવ્યો છે. જ્યારે 110 એન્જિનિયર્સને શોકોઝ નોટિસ આપવામાં આવી છે. આ 110 એન્જિનિયર્સમાંથી 87 એન્જિનિયર્સને વિવિધ પેનલ્ટી પણ કરવામાં આવી છે જ્યારે 23 એન્જિનિયર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

હાલ શહેરમાં કઈ રીતે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે?

ભૂતકાળમાં 10 રસ્તાના રિસર્ફેસીંગ અને પેચ વર્કનું કામ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું પણ હવે બદલાયેલી ટેકનોલોજીમાં આ કામ શક્ય નહીં હોવાની રજૂઆત કમિશ્નરે કરી હતી. આ સાથે એજન્સીઓ પોતાના કામ માટે રસ્તાનું ખોદકામ કરી તેના ઉપર રિસરફેસ ન કરતા હોય તે અંગે પણ કમિશનરે જણાવ્યું હતું કે કોઈપણ એજન્સી રસ્તો દે તો તેણે ત્રણ દિવસમાં જ રસ્તો ન સ્થિતિમાં લાવવો પડશે. જો આમ ન કરવામાં આવે તો ઓપનિંગ પરમીટ વખતે એજન્સીઓ પાસેથી લેવાયેલી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.

કમિશનરને પોતાના એફિડેવિટમાં રજૂઆત કરી હતી કે શહેરની પેન્ડિંગ પડેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ ઝડપી અમલી બને તે માટે કોર્પોરેશન રાજ્ય સરકારને રજૂઆત કરશે. આ સાથે પાર્કિંગ મુદ્દે મનપાએ કરેલા આયોજનમાં વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં 3900 નો પાર્કિંગ બોર્ડ(Parking Board Ahmedabad) મૂકવામાં આવ્યા છે. 58 જેટલી નવી જગ્યાએ પબ્લિક પાર્કીંગ(AMC Public parking) ઉભા કરવામાં આવશે. આ સાથે પ્રહલાદ નગર, સિંધુભવન, ચાંદલોડિયા અને, દાણાપીઠમાં નવા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, તમામ જગ્યાઓ મળીને કુલ 3500 થી વધુ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા થઈ રહી હોવાનો ઉલ્લેખ કમિશનરે કર્યો હતો.

રખડતા ઢોરનો ત્રાસ ડામવા પણ મનપાની તૈયારીનો કમિશનરે કર્યો દાવો

કમિશનરે(AMC) એફિડેવિટમાં જણાવ્યું હતું કે, રખડતા ઢોરનો(Stray cattle) ત્રાસ ડામવા માટે સીજી રોડ, લો ગાર્ડન અને, નવરંગપુરા વિસ્તારને જાહેર કરવા કોર્પોરેશને પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલી હતી. એક વાર દરખાસ્ત ના મંજૂર થયેલી એટલે દરખાસ્ત પુનઃવિચાર માટે પોલીસ કમિશનરને(Ahmedabad Police Commissioner) મોકલવામાં આવી હતી. શહેરમાં રખડતા ઢોરનો(Ahmedabad Stray cattle) ત્રાસ ડામવા માટે કાયદો લાવવાની કોર્પોરેશને સરકારને મોકલી પ્રપોઝલ સરકારે નામંજુર કરી દીધી હોવાની પણ એફિડેવિટમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં અગાઉ મનપાએ સાણંદના ગોરેજ ગામમાં એનિમલ હોસ્ટેલ બનાવવા જમીનની માંગણી કરી હતી જેની દરખાસ્ત અમદાવાદ કલેક્ટરે નામંજૂર કરી દીધી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ RAKESH TIKAIT EXCLUSIVE INTERVIEW: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય

આ પણ વાંચોઃ પહેલા બુંદેલખંડમાં ભૂમાફીયાઓનુ રાજ હતું: નરેન્દ્ર મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.