Mehsana Dudhsagar Dairy Scandal: દૂધ સાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સામે CID ક્રાઇમે બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી

author img

By

Published : Apr 14, 2022, 9:57 AM IST

Mehsana Dudhsagar Dairy Scandal: દૂધ સાગર ડેરી કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સામે CID ક્રાઇમે બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી

મહેસાણા દૂધસાગર ડેરીમાં 22 કરોડ રૂપિયાનું સાગરદાણ કૌભાંડ(Mehsana Dudhsagar Dairy Scandal) મામલે વિપુલ ચૌધરીનું નામ ફરી વિવાદમાં આવ્યું છે. સી આઈ. ડી.ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ સેશન કોર્ટમાં સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. CID ક્રાઇમે અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં 22 હજાર પાનની ચાર્જશીટ ફાઇલ કરી છે.

અમદાવાદઃ મહેસાણા દૂધસાગર ડેરી કૌભાંડમાં (Dudhsagar Dairy scam )વિપુલ ચૌધરીનું નામ ફરી વિવાદોમાં સપડાયું છે. પૂર્વ મિનિસ્ટર વિપુલ ચૌધરી દ્વારા 22 કરોડ રૂપિયાનું સાગરદાણ કૌભાંડ (Mehsana Dudhsagar Dairy Scandal) મામલે સી આઈ. ડી.ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ સેશન કોર્ટમાં સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ એ જણાવ્યું કે, CID ક્રાઇમે અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં 22 હજાર પાનની ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં 2,200 સાક્ષીઓને દર્શાવવામાં આવી રહ્યા છે સાથે જ 23 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. કોર્ટે તમમ આરોપીને નોટિસ પાઠવી છે.

દૂધ સાગર ડેરી કૌભાંડ

મહારાષ્ટ્રમાં વિનાંમૂલ્યે સાગરદાણ મોકલાયું - મહેસાણાની દૂધસાગર ડેરીમાં( Mehsana Dudhsagar Dairy)કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનાંમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં CID એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Dudh Sagar Dairy:ઘી કૌભાંડ મામલે તત્કાલીન ચેરમેન આશા ઠાકોરની ધરપકડ કરાઈ

વિપુલ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો - દુધસાગર ડેરી કૌભાંડમાં(Seagull scandal ) સાગરદાણ કૌભાંડ, પ્રોત્સાહન બોનસની ઉચાપત, હોદ્દા વગર ડેરીની બેઠકમાં હાજરી આપવા સહિતના આરોપ હેઠળ વિપુલ ચૌધરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ ઉચાપતથી મેળવેલી રકમનું રોકાણ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીમાં કરવામાં આવ્યું છે તેવો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે.

ડેરીને 22.50 કરોડનું નુકસાન પહોંચાડયું - સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈપણ રાજકીય હોદેદાર સામે કોઈ પણ કેસમાં ડે ટુ ડે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટમાં વકીલે જણાવ્યું હતું કે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ બોર્ડના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં સાગરદાણ પશુ આહાર મોકલ્યો હતો. આમ કરી તેમણે ડેરીને 22.50 કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું સહકારી રજિસ્ટ્રારનું તારણ હતું. જેનાં આધારે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Chickpea purchase scam: હારીજ APMCમાં ચણા કૌભાંડમાં APMC ચેરમેનનું નામ સામે આવ્યું


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.